Home /News /national-international /Mood Of The Nation: વાગ્યો યોગી આદિત્યનાથનો ડંકો, પ્રજાએ કેજરીવાલને પછાડીને તેમને શ્રેષ્ઠ મુખ્યમંત્રી પસંદ કર્યા

Mood Of The Nation: વાગ્યો યોગી આદિત્યનાથનો ડંકો, પ્રજાએ કેજરીવાલને પછાડીને તેમને શ્રેષ્ઠ મુખ્યમંત્રી પસંદ કર્યા

યોગી આદિત્યનાથને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પસંદ કરાયા

Yogi Adityanath Best Performing CM: દેશમાં 30 મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં તેમને સૌથી ટોચનું સ્થાન મળ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

વધુ જુઓ ...
Mood Of The Nation: લખનૌઃ પોતાની કડક છબી અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલસન્સ માટે જાણીતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી માનવામાં આવ્યા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના સર્વે મુજબ 39.1 ટકા લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ મુખ્યમંત્રી ગણાવ્યા છે. તેમણે આ લિસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડ્યા છે. 16 ટકા લોકોએ કેજરીવાલને સારા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

નોંધનીય છે કે ઈન્ડિયા ટૂડે અને સી-વોટરના સર્વે મૂડ ઓફ ધ નેશન હેઠળ 30 મુખ્યમંત્રીઓના કામકાજને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશની જનતાએ યોગી આદિત્યનાથને સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે અને કહ્યું કે તેઓ સૌથી સારું કામ કરે છે. આ સર્વેનું માનીએ તો યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘણી વધી છે.

કેજરીવાલની લોકપ્રિયતામાં ઘટાડો


આ લિસ્ટમાં બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, જેમને 16 ટકા લોકોને સારા કામ માટે પસંદ કર્યા છે. 2022ની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 2022માં 22 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલના કામકાજને સારું માન્યું હતું. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ છે. જેમને દેશના 7.3 ટકા લોકોએ સારા મુખ્યમંત્રી માન્યા છે. મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ 2022ની સરખામણીમાં ઘટાડો થયો છે.

જો હાલ ચૂંટણી થાય તો યોગીને મોટો ફાયદો થઈ શકે


સર્વેમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો હાલ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાયો તો ભાજપની સામે કોઈ ટક્કર લેવા માટે સક્ષમ નથી. જો આજે ચૂંટણી થાય તો ભાજપને 80થી 70 ટકા બેઠકો મળી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને માત્ર 10 બેઠકો જ મળી શકે તેમ છે.
First published:

Tags: Aarvind kejriwal, Chief Ministers, CM Yogi Adityanath, Gujarati news, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, યોગી આદિત્યનાથ