નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર યથાવત છે. ભારતમાં અત્યાર સુધીમાં વૈશ્વિક મહામારીથી (Global Pandemic) 6 લાખ 4 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 17,834 લોકોના મોત થયા છે. કોવિડ-19 ના (Covid-19) કહેરની વચ્ચે લૉકડાઉનના (Lockdown) કારણે રોકાયેલી આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એવા સમયે સંસ્કૃતિ મંત્રીએ ગુરુવારે જાહેરાત કરી છે કે દેશમાં એએસઆઈ દ્વારા સંરક્ષિત બધા સ્મારક 6 જુલાઈથી ખોલવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે (Prahalad Singh Patel) ટ્વિટ કર્યુ હતું કે તેમણે એએસઆઈની સાથે નિર્ણય લીધો છે કે દેશમાં બધા સ્મારક પૂરી સુરક્ષાની સાથે 6 જુલાઈથી ખોલવામાં આવશે. પટેલે આ સંબંધમાં પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ છે.
પ્રહલાદ સિંહ પટેલે પોતાના આ ટ્વિટમાં મધ્ય પ્રદેશના રાયસેનમાં સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સાંચીના સ્તૂપ, દિલ્હીમાં આવેલ શેરશાહ સૂરી દ્વારા બનાવવામાં આવેલો કિલ્લો અને મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત વિશ્વ ધરોહર ખજુરાહોની તસવીર શેર કરીને લખ્યુ- સાંચી ( મધ્ય પ્રદેશ ), પૌરાણિક કિલ્લો ( દિલ્હી ), ખજુરાહોના ( વિશ્વ ધરોહર ) પ્રતીકાત્મક ચિત્ર. મેં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, એએસઆઈની સાથે નિર્ણય લીધો છે કે આગામી 6 જુલાઈથી બધા સ્મારકોને પૂર્ણ સુરક્ષાની સાથે ખોલવામાં આવી શકે છે.
આ પણ વાંચો - ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત મક્કમ, રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદશે
પટેલે આ ટ્વિટમાં પીએમઓ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, અતુલ્ય ભારત, પર્યટન મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને બીજેપી મધ્ય પ્રદેશને ટેગ કર્યુ છે.
આ પહેલા જૂનમાં સંસ્કૃતિ મંત્રાલયે એએસઆઈ સંભાળતા 3,000થી વધુ સ્મારકોમાંથી 820ને ફરીથી ખોલવામાં આવ્યા હતા. જ્યા ધાર્મિક સમારોહ થાય છે. કોરોના વાયરસ સંકટના કારણે 17 માર્ચથી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત 3,691 સ્મારક અને પુરાતત્વ સ્થળ બંધ હતા જેની સંભાળ એએસઆઈ કરે છે. મંત્રીએ કહ્યુ કે સ્મારકના અધિકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા કોરોના વાયરસના સંબંધિત બધા પ્રોટોકોલનુ પાલન કરશે.
Published by:News18 Gujarati
First published:July 02, 2020, 19:38 pm