આતિશીએ મારલેના અટક રદ કર્યા પછી હવે ‘સિંહ’ અટક લગાડી

News18 Gujarati
Updated: October 22, 2018, 1:44 PM IST
આતિશીએ મારલેના અટક રદ કર્યા પછી હવે ‘સિંહ’ અટક લગાડી
આમ આદમી પાર્ટી નેતા આતિશી

આતિશી પહેલા તેની અટક મારલેના લખતી હતી પણ તે પડતી મૂકી અને હવે સિંહ લખાવવા લાગી

  • Share this:
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા આતિશી મારલેનાએ થોડા મહિનાઓ પહેલા તેમની અટક મારલેના હટાવી માત્ર આતિશી જ રાખ્યું હતું. જો કે, નામ પાછળથી મારલેના અટક હટાવનારા આ નેતાએ હવે તેમના નામની પાછળ સિંહ લગાડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમના પોસ્ટરમાં આપ નેતા આતિશીના નામની પાછળ સિંહ જોવા મળ્યું હતુ. આ કાર્યત્રમ ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો અને આતિશી સિંહ એવા નામથી તેમનું સંબોધન કરવામાં આવ્યું હતું.

આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આતિશી કદાચ દિલ્હી પૂર્વ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. દિલ્હીમાં યોજાયેલા ક્ષત્રિય સમાજનાં કાર્યક્રમમાં આતિશી સિંહ તલવાર સાથે ફોટો પર પડાવ્યો હતો. આ કાર્યક્રમનાં અતિથી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હતા.

પોસ્ટરની સાથે સાથે બેનરમાં પણ આતિશીનો આતિશી સિંહ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

થોડા મહિનાઓ પહેલા, આતિશીએ તેની મારલેના અટક લખવાનું બંધ કર્યું હતું. આ સમયે એવી અફવા ચાલી હતી કે, આમ આદમી પાર્ટીએ આ અટક દૂર કરવા માટે તેમના પર દબાણ કર્યુ હતુ. કેમ કે, આ અટકથી આતિશી ખ્રિસ્તી હોય એવો ભ્રમ થતો હતો અને મતદારો ગેરમાર્ગે દોરવાય તેવી શક્યતા જણાતી હતી. આતિશી મૂળ અટક સિંહ જ હતી તેના માતા-પિતા માર્ક્સવાદી હતા અને એટલા માટે માર્ક્સ અને લેનિનના નામને ભેગા કરી મારલેના અટક લગાવી હતી અને ત્યારથી આતિશી મારલેના તરીકે ઓળખાતી હતી.

આ પછી આતિશી મારલેનાએ તેમના ટ્વીટ પર પણ આતિશી મારલેનામાંથી આતિશીઆપ એમ બદલી નાંખ્યુ હતું. આ અંગે આમ આદમી પાર્ટીનાં નેતા આશુતોષે કહ્યું કે, આ બાબત ખરેખર દુખદ છે. 
First published: October 22, 2018, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading