ખેડૂતો માટે Good News, સ્કાઈમેન્ટે કહ્યું - 'આ વર્ષે વરસાદ સારો થશે'

News18 Gujarati
Updated: February 25, 2019, 10:05 PM IST
ખેડૂતો માટે Good News, સ્કાઈમેન્ટે કહ્યું - 'આ વર્ષે વરસાદ સારો થશે'
ગત પાંચ વર્ષમાં વર્ષ 2015ના વર્ષે સૌથી નબળુ ચોમાસુ રહ્યું, આ વર્ષે 14 ટકા ઓછો વરસાદ નોંધાયો

ગત પાંચ વર્ષમાં વર્ષ 2015ના વર્ષે સૌથી નબળુ ચોમાસુ રહ્યું, આ વર્ષે 14 ટકા ઓછો વરસાદ નોંધાયો

  • Share this:
ખેડૂતો માટે સારા સમાચાર છે. સળંગ ત્રીજા વર્ષે મોનસુન સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ સ્કાઈમેન્ટ અનુસાર, આ વર્ષે દુકાળ પડવાની સંભાવના એકદમ ઓછી છે. સ્કાઈમેન્ટનું કહેવું છે કે, 50 ટકાથી વધારે ચાન્સ છે કે, જુન-જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન સારો વરસાદ રહેશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં જુલાઈ-સપ્ટેમ્બર મહિના સુધી મોનસુનના અંતમાં વરસાદ 91 ટકા રહેશે, જે સરકારી હવામાન વિભાગના 97 ટકાના અનુમાનના મુકાબલે ઓછો છે. આવું સળંગ પાંચમા વર્ષે બન્યું છે, જેમાં હવામાન વિભાગે વધારે વરસાદને લઈ અનુમાન લગાવ્યું હોય. ભારતમાં દર વર્ષે થતો વરસાદ 70 ટકા ચોમાસા દરમ્યાન જોવા મળે છે. ચોમાસાના વરસાદમાં અછતની અસર મોટા પાયે ખેતી પર પડતી જોવા મળે છે.

સ્કાઈમેન્ટમાં કહેવાનું છે કે, વર્ષ 2019માં 50 ટકાથી વધારે ચાન્સ છે કે, ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેશે. સાથે, આ વર્ષે એલ નીનોનો ચાન્સ ઘણો ઓછો છે. સ્કાઈમેન્ટ હવામાનનું પહેલું અનુમાન 1 એપ્રિલે જાહેર કરશે.

શું છે સારુ ચોમાસુ - સામાન્ય, એવરેજ અથવા પછી સારૂ ચોમાસાનો મતલબ છે કે, 50 વર્ષની લાંબી અવધિની એવરેજનો લગભગ 96 ટકાથી 104 ટકા વરસાદ થવો. 50 વર્ષમાં એવરેજ વરસાદ ચાર મહિનાના ચોમાસા દરમ્યાન 89 સેન્ટીમિટર અથવા 35 ઈંચ વરસાદ છે. સારા ચોમાસાની આ પરિક્ષાષા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જ્યારે 90 ટકાથી ઓછો વરસાદવાળા દેશમાં દુકાળની પરિસ્થિતિ રહે છે.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ પહેલા બે વર્ષ 2014 અને 2015માં દુકાળની સ્થિતિ રહી અને તેને કારણે દેશના આર્થિક આંકડામાં જોબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, જેના માટે કેન્દ્ર સરકારની જબરદસ્ત ટીકા કરવામાં આવી.

દેશમાં 110 ટકા વરસાદ પણ અર્થ વ્યવસ્થા માટે સારો ન કહેવાય, જોકે, તેનાથી નબળા ચોમાસા જેવું નુકશાન જોવા નથી મળતું. પરંતુ વધારે વરસાદની સ્થિતિમાં પાક ખરાબ થવાનો ખરતો વધી જાય છે, અને દેશના કેટલાએ વિસ્તારમાં પુરની સ્થિતિ પેદા થાય છે.5 વર્ષમાં 2015માં સૌથી નબળુ ચોમાસુ રહ્યું - ગત પાંચ વર્ષમાં વર્ષ 2015ના વર્ષે સૌથી નબળુ ચોમાસુ રહ્યું, આ વર્ષે 14 ટકા ઓછો વરસાદ નોંધાયો. તમને જણાવી દઈએ કે, 96 ટકાથી 104 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય વરસાદ માનવામાં આવે છે.
First published: February 25, 2019, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading