હવામાન વિભાગે આ 6 રાજ્યોમાં જાહેર કર્યું રેડ એલર્ટ, થઈ શકે છે ભારે વરસાદ!

News18 Gujarati
Updated: July 10, 2019, 9:45 PM IST
હવામાન વિભાગે આ 6 રાજ્યોમાં જાહેર કર્યું રેડ એલર્ટ, થઈ શકે છે ભારે વરસાદ!
ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા બુલેટિનમાં વરસાદ પર ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા બુલેટિનમાં વરસાદ પર ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

  • Share this:
ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા બુલેટિનમાં વરસાદ પર ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તો પૂર્વી ઉત્તર પ્રદેશમાં 13 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરી છે. આ સિવાય ઉત્તરાખંડ, સિક્કિમ, આસામમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર, અગામી 24 કલાકમાં મુંબઈની આસપાસ ભારે વરસાદ થવાની સંભાવના છે.

જાણો - ક્યારે અને ક્યાં થશે ભારે વરસાદ

10 જુલાઈ - હવામાન વિભાગ અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશના હિસ્સામાં ભારેથી અતી ભારે વરસાદ થવાની સંભાવના છે. 10 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ તથા મેઘાલયમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ-ગોવા તથા કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, છત્તીગઢ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે.

11 જુલાઈ - હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં ભારેથી અતી ભારે વરસાદની સંભાવના છે. તો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ કર્ણાટકના અંદરના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

12 જુલાઈ - ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહારમાં ભારેથી અતી ભારે વરાસદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસામ, મેઘાલયમાં ભારેથી અતીભારે વરસાદ થઈ શકે છે. જ્યારે તામિલનાડુ, પોંડુચેરી, કરાઈકલ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ કોંકણ-ગોવામાં ભારે વરસાદની સંભાવના.

13 જુલાઈ - હવામાન વિભાગે ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલયમાં ભારેથી અતી ભારે વરસાદની ચેતવણી આપી છે. તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, કોસ્ટલ કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું અનુમાન છે.
First published: July 10, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading