આગામી 48 કલાકમાં કેરળમાં દસ્તક દેશે ચોમાસું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આ વર્ષે ચોમાસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે પ્રથમ જૂનના રોજ કેરળમાં વરસાદ દસ્તક દેતો હોય છે.

News18 Gujarati
Updated: June 4, 2019, 3:50 PM IST
આગામી 48 કલાકમાં કેરળમાં દસ્તક દેશે ચોમાસું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 4, 2019, 3:50 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : આગામી 48 કલાકમાં કેરળના કિનારે ચોમાસું દસ્તક આપી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીના દક્ષિણ વિસ્તારોમાંથી આવતા પવનો ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી રહ્યાં છે. જો આવી સ્થિતિ બનેલી રહેશે તો આગામી 48 કલાકમાં કેરળના કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની આશા છે. કેરળ બાદ ગોવામાં 12મી જૂનના રોજ ચોમાસું દસ્તક દેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગઈ છે. વરસાદ બાદ ખેડૂતોને ખરીફ પાકના વાવેતરમાં મદદ મળશે. નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે પ્રથમ જૂનના રોજ કેરળમાં વરસાદ દસ્તક દેતો હોય છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા :

હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે ગરમીથી બહું ઝડપથી રાહત મળશે. દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમ હવાથી ધીમે ધીમે રાહત મળશે.

65 વર્ષમાં સૌથી ઓછો વરસાદ :

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં થતા વરસાદને પ્રી-મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે. આ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં 69 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 40 ટકા ઓછો વરસાદ થયો છે. જેનો મતલબ એવો થાય છે કે આ વખતે પ્રી-મોન્સૂન વરસાદ સાવ ઓછો પડ્યો છે. 65 વર્ષમાં પ્રથમ વખત પ્રી-મોન્સૂન દરમિયાન આટલો ઓછો વરસાદ પડ્યો છે.

6ઠ્ઠી જૂને ચોમાસું કેરળ પહોંચશે :
Loading...

ધીમી ગતિને કારણે આ વર્ષે કેરળમાં ચોમાસું પહોંચવામાં વાર લાગી છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું છઠ્ઠી જૂનના રોજ પહોંચવાનો અંદાજ છે.

નોંધનીય છે કે ચોમાસાની સીધી અસર ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પર પડે છે. જો ચોમાસું સારું રહે તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માંગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધે તેની સીધી અસર ઉત્પાદનોની માંગ પર થાય છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...