બસ હવે 24 કલાકમાં કેરળમાં દસ્તક દેશે ચોમાસું! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક દીધા હતા.

News18 Gujarati
Updated: June 7, 2019, 2:54 PM IST
બસ હવે 24 કલાકમાં કેરળમાં દસ્તક દેશે ચોમાસું! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 7, 2019, 2:54 PM IST
ભારતીય હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના કિનારે દસ્તક દેશે. તો IMDએ નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઝારખંડ અને બિહારના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વર્ષે દિલ્હીમાં ચોમાસું પહેલી જુલાઈ સુધી પહોંચવાનો અંદાજ છે.

નોંધનીય છે કે કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક દીધા હતા. ગત વર્ષે દેશમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.હવામાન વૈજ્ઞાનિક સોમા સેન રોયના જણાવ્યા પ્રમાણે ચોમાસું મોડું આવવાથી વરસાદના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. ચોમાસું મોડું થયું છે. જોકે, જૂનમાં ચોમાસાનો વરસાદ થોડો ઓછો પડી શકે છે. અસામાન્ય સ્થિતિને કારણે ચોમાસું મોડું થયું છે. આ વર્ષે સામાન્ય વરસાદ પડવાનો અંદાજ છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો, નવસારીમાં હળવો વરસાદ

Loading...

સામાન્ય વરસાદ પડવાનો અંદાજ

સોમા સેન રોયે જણાવ્યું કે અલનીનોની અસર ચોમાસા પર નહીં પડે. અલનીનોને લઈને સ્થિતિ અનુકૂળ છે. નોર્થ-ઇસ્ટમાં થોડો ઓછો વરસાદ પડી શકે છે. બાકી અન્ય જગ્યાએ સામાન્ય વરસાદ પડવાનો અંદાજ છે.

પ્રી-મોસૂન સિઝનમાં ઓછો વરસાદ

ગત 65 વર્ષમાં આવું બીજી વખત બની રહ્યું છે જ્યારે પ્રી-મોન્સૂનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. આ દરમિયાન સામાન્ય રીતે 131.5 મિલીમીટર વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે 99 મીમી વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે પહેલી જૂન પહેલા પડતા વરસાદને પ્રી-મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે. કેરળમાં વરસાદ પડ્યા બાદ દેશમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય છે. સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે. જે બાદમાં ચોમાસું ક્રમશ: આગળ વધે છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...