કેરળમાં છઠ્ઠી જૂને ચોમાસું બેસશે : હવામાન વિભાગ

પ્રતિકાત્મક તસવીર

કેરળમાં વરસાદના આગમન બાદ ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે તેનો અંદાજ લગાવી શકાશે : હવામાન વિભાગ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આ વર્ષે કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસું બેસી જશે. ચોમાસું કેરળ સાથે ટકરાયા બાદ ગુજરાતમાં વરસાદ અંગે અંદાજ લગાવી શકાશે. સામાન્ય રીતે પ્રથમ કે બીજી જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું પહોંચશે.

  હવામાન વિભાગ (અમદાવાદ)ના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, "18-19મેના રોજ દક્ષિણ આંદમાનમાં ચોમાસાની અસર શરૂ થઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ સાનુકૂળ હોવાથી આશા છે કે ચોમાસું આંદમાન ટાપુના ઉત્તર ભાગમાં પણ પહોંચી જશે. IMD તરફથી કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે બાદમાં ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. સામાન્ય રીતે જૂનના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે. કેરળમાં ચોમાસાના આગામન બાદ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેના વિશે કંઈક કહી શકાશે."

  આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

  જયંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં બુધવારે હિટવેવની આગાહી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ડીસા વગેરેમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડીગ્રીને પાર થઈ શકે છે. ત્રણ દિવસ સુધી પારો આટલો જ રહેશે."
  Published by:Vinod Zankhaliya
  First published: