Monsoon 2021: હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન, જાણો કેવું રહેશે મોનસૂન

Monsoon 2021: હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન, જાણો કેવું રહેશે મોનસૂન
આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે

આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે

  • Share this:
    નવી દિલ્હી. હવામાન વિભાગ (Indian Meteorological Department- IMD) 2021 વર્ષ માટે ચોમાસા (Monsoon 2021)નું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આ વખતે સામાન્ય હવામાન (Normal Monsoon in 2021) રહેશે. જૂનથી સપ્ટેમ્બર (June to September) સુધી વરસાદ (Rain) સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

    હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું Southwest Monsoon આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ, વરસાદના Long Period Average (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવન (M Rajeevan)એ આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.



    આ પણ વાંચો, 20થી 25 એપ્રિલની વચ્ચે પીક પર હશે કોરોના, એક્સપર્ટ્સે જણાવ્યું કે ક્યારે મળશે રાહત

    હવામાન વિભાગ (IMD) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા (Odisha), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), છત્તીસગઢ (Chhattisgarh), પૂર્વ ઉત્તર પ્રદેશ (Eastern Uttar Pradesh) અને આસામ (Assam)માં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

    આ પણ વાંચો, માણસાઈ લજવાઈ! અર્થીને ચાર કાંધ પણ ન મળી, લોડિંગ રિક્ષામાં શબ યાત્રા, જાણો શું છે કારણ

    બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 16, 2021, 14:45 pm