Parliament Monsoon Session: 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસું સત્ર, લોકસભા અધ્યક્ષે આપી જાણકારી

લોકસભાના ચોમાસું સત્રમાં 19 બેઠકો થશે, 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે સેશન- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

લોકસભાના ચોમાસું સત્રમાં 19 બેઠકો થશે, 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે સેશન- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

  • Share this:
    નવી દિલ્હી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla)એ જણાવ્યું કે, મોટાભાગના સાંસદો (Member of Parliament)એ ઓછામાં ઓછો કોરોના વેક્સીન (Corona Vaccine)નો એક ડોઝ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્ર (Parliament Monsoon Session 2021) દરમિયાન કોવિડ-19 (Covid-19) સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઓમ બિરલાએ સોમવારે સંસદના ચોમાસું સત્રની ઓફિશિયલ જાહેરાત કરતાં કહ્યું કે, ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં 19 બેઠક હશે. સૌથી વધુ બેઠક અત્યાર સુધી 17મી લોકસભા દરમિયાન થઈ છે.

    લોકસભા સ્પીકરે કહ્યું કે, કોરોના સંક્રમણ દરમિયાન અમે ત્રણ સત્ર આયોજિત કર્યા, જેમાં સામાન્યથી વધુ સભ્ય ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે, 18 જુલાઈના રોજ ગૃહના ફ્લોર લીડરની બેઠક થશે. ઓમ બિરલાએ કહ્યું કે, સમિતિની 380 બેઠક થઈ. કોટાથી સાંસદ બિરલાએ કહ્યું કે, આ સત્ર દરમિયાન પણ સુરક્ષાની દૃષ્ટિથી તમામ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


    આ પણ વાંચો, શિક્ષિકાએ 500 રૂપિયામાં બનાવ્યું Eco Friendly Cooler, જાણો તમે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો


    23 સભ્યોએ વિવિધ કારણોસર વેક્સીન નથી લીધી- ઓમ બિરલા

    ઓમ બિરલાએ જણાવ્યું કે, સંક્રમણ ઓછું થયું છે પરંતુ કોવિડ માપદંડનું પાલન કરીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. RTPCR ટેસ્ટની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે દાવો કર્યો કે 311 સાંસદોએ કોરોના વેક્સીનનો બીજી ડોઝ લઈ લીધો છે. જ્યારે 23 સભ્યોએ વિવિધ કારણથી વેક્સીન નથી લીધી.

    આ પણ વાંચો, Explained: વીજળીથી બચવા માટે જરૂર રાખો આ ખાસ કાળજીઓ


    તેમણે કહ્યું કે, લાઇબ્રેરીને ઓનલાઇન કરવામાં આવશે. સાથોસાથ રાજ્યની વિધાનસભા અને લોકસભાની લાઇબ્રેરીને એક કરવામાં આવશે અને રિસર્ચ વિંગ 24 કલાક ચાલશે. બિરલાએ જાણકારી આપી કે અનેક સમિતિઓમાં સભ્યોના મંત્રી બનવાના કારણે ખાલી થઈ છે તેને ઝડપથી ભરવામાં આવશે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સંસદનું લક્ષ્ય છે કે 100 ટકા ઇ-નોટિસ હશે. સાથોસાથ પ્રશ્નોના જવાબ પણ ડિજિટલ હશે. એક એપ બનાવવામાં આવી રહી છે જેમાં લાઇવની સાથે પ્રશ્નોના ઉત્તર પણ રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: