નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલો (Farmers Bill)નો વિરોધ કરનારાં સાંસદોમાં સામેલ 8 રાજ્યસભાના સાંસદો (Rajya Sabha MPs)એ સસ્પેન્સન રદ થતાં પહેલા પોતાના ધરણાં ખતમ કરી દીધા છે. મળતી માહિતી મુજબ સાંસદોએ વિપક્ષે રાજ્યસભાથી વૉકઆઉટ કર્યા બાદ આવું કર્યું. ધરણા પર બેઠેલા સાંસદો મુજબ એક સ્વરથી વિપક્ષે પોતાની વાત કહી. લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓએ વૉકઆઉટ કર્યો જેના કારણે ધરણાં સમાપ્ત કરવામાં આવ્યા છે.
કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ સેયદ નાસિર હુસૈને કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે સસ્પેન્સન રદ થવા ઉપરાંત કૃષિ બિલ પણ પરત લેવામાં આવે. તેના માટે યોગ્ય મતદાન થાય. આવી રીતે કંઈ પણ નથી થવાનું કારણ કે સભાપતિ કોઈની પણ વાત સાંભળવા તૈયાર નથી. તેથી તમામ વિપક્ષી પાર્ટીઓએ બાકી સત્રનો બહિષ્કાર કર્યો. તેઓએ એ તમામ લોકોને અપીલ કરી જેઓ ધરણાં પર બેઠા હતા. આવી રીતે ધરણાં ખતમ થયા.
So all the opposition parties boycotted the rest of the session. They appealed to all the people who were sitting at the dharna to finish it & join them in boycotting the rest of the session. That is how we have ended this dharna: Syed Nasir Hussain, Congress Rajya Sabha MP https://t.co/iDptDbqAgj
અનેક વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો
નોંધનીય છે કે, રાજ્યસભમાં મંગળવારે કૉંગ્રેસના નેતૃત્વમા; અનેક વિપક્ષી પાર્ટીઓએ 8 સભ્યોનું સસ્પેન્સન રદ કરવાની માંગ કરતાં કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. સૌથી પહેલા કૉંગ્રેસે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. ત્યારબાદ AAP, તૃણમૂલ કૉંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓના સભ્યોએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. બાદમા સપા, આરજેડીના સભ્યોએ પણ ગૃહની બહાર જતા રહ્યા.
સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ વિપક્ષી પાર્ટીઓના સભ્યોને ગૃહની કાર્યવાહી બહિષ્કાર કરવાના પોતાના નિર્ણય પર ફરી વિચારવા માટે કહ્યું અને ચર્ચમાં ભાગ લેવાની અપીલ કરી. નાયડૂએ ગૃહમાં કહ્યું કે, હું તમામ સભ્યોને અપીલ કરું છું કે તેઓ બહિષ્કારથી પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે અને ચર્ચામાં ભાગ લે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર