આજે ચોમાસું કરેળના તટે પહોંચશે, ચાર જિલ્લામાં રેડ અલર્ટ

કેરળમાં ગમે ત્યારે ચોમસાુ પહોંચશે

ગત વર્ષે ઑગસ્ટ મહિનમાં આવેલા વિનાશક પૂરના કારણે કેરળમાં 350 લોકોનાં મોત થયા હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ કેરળના કાંઠે પહોંચે તેવી વકી છે. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ચોમાસે બેઠવાની શક્યતા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં 9-11 જૂન દરમિયાન રેડ અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ગત વર્ષે ઑગસ્ટ મહિનમાં આવેલા વિનાશક પૂરના કારણે કેરળમાં 350 લોકોનાં મોત થયા હતા.

  ચોમાસાની પરિભાષામાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ. આગામી 10મી જૂન દરમિયાન એર્નાકુલમ, માલાપ્પુરમ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી 11 જૂન માટે કોઝીકોડે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો : વરસાદ અને કરા પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં 15નાં મોત

  ઑરેન્જ એલર્ટનો મતલબ છે અતિ ભારે વરસાદ જે આગામી 9-10 જૂન માટે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના થિરવંથપુરમ, કોલ્લામ, અલાપ્પુઝુઆ, એર્નાકુલમ, અને થ્રીસુર જિલ્લામાં ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત ચોમાસામાં આવેલા વિનાશક પૂરથી બોધપાઠ લઈને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડિઝાસ્ટર રિલીફ હેન્ડબૂક તૈયાર કરવામાં આવી છે.

  આ હેન્ડબુકમાં 30 વિભાગો માટે સૂચના તૈયાર કરવામાં આવી છે, જેમાં ભાર વરસાદ, અતિ ભાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતીમાં કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી પુરી પાડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ દક્ષિણ પશ્ચિમ અરબ સમુદ્રના કાંઠે 35-40 કિલોમીટર પ્રતિ કલાકની હવા સાથે ટકરાશે. સોમાલિયા, લક્ષદ્વીપ, અને માલદીવ થઈને મન્નારની ખાડીમાં માછીમારોને 7-11 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  આ પણ વાંચો : આજથી PM મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે, મોડી રાતે કોચી પહોંચ્યા

  કેરળના સિંચાઈ વિભાગે જણાવ્યું છે કે રાજ્યના 14-16 ડેમ માટે ઇમર્જન્સી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન સેન્ટ્રલ વોટર કમિશનને સોંપવાાં આવ્યો છે. કુલ 24 ડેમ માટે આ પ્રમાણેના એક્શન પ્લાન તૈયાર કરીને સોંપવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published: