10મી ઑક્ટોબરથી દેશમાંથી ચોમાસું વિદાય લેશે, 1994 પછી આ વર્ષે 110% વરસાદ

News18 Gujarati
Updated: October 3, 2019, 2:44 PM IST
10મી ઑક્ટોબરથી દેશમાંથી ચોમાસું વિદાય લેશે, 1994 પછી આ વર્ષે 110% વરસાદ
ફાઇલ તસવીર

સામાન્ય રીતે પ્રથમ સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરુઆત થઈ જાય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું 40 દિવસ મોડું વિદાય લઈ રહ્યુ છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : આ વર્ષે દેશમાં ચોમાસું સારુ રહ્યું છે. દેશમાં સરેરાશથી વધારે 110 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પણ 141 ટકા આસપાસ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દેશભરમાં 10મી ઑક્ટોબરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે દેશમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. પરંતુ ચાલુ વર્ષે સરેરાશ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ વર્ષે દેશમાં સરેરાશ 110 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આ પહેલા 25 વર્ષ પહેલા એટલે 1994માં દેશમાં 110 ટકા વરસાદ નોંધાયો હતો.ગુજરાતમાં આ વર્ષે 141 ટકા વરસાદ નોંધાયો છે, એટલે રાજ્યમાં સામાન્ય કરતા 41% વધારે વરસાદ થયો છે. દેશમાં ચોમાસાની શરુઆત કેરળથી અને વિદાય રાજસ્થાનથી થાય છે. સામાન્ય રીતે પ્રથમ સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરુઆત થઈ જાય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું 40 દિવસ મોડું વિદાય લઈ રહ્યુ છે.

આ પણ વાંચો : આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે ચોમાસું 10ની ઑક્ટોબરથી વિદાય લે તેવું પુર્વાનુમાન જાહેર કર્યુ છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. જયંત સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામા ખૂબ સારો વરસાદ થયો છે. ચોમાસમાં અલ નીનો નબળું પડી ગયું હતું. ઈન્ડિયન ઓસન ડિપોલ (ઇન્ડિયન નીનો) પણ ચોમાસાની સિઝનની તરફેણમાં રહ્યુ હોવાથી ચોમાસું સારું રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થયો છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर