ચોથી જૂને ચોમાસું કેરળમાં દસ્તક દેશે, સામાન્યથી ઓછા વરસાદની આશંકા

ફાઇલ તસવીર

ખાનગી કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું 22 મેના દિવસે અંદમાન અને નિકોબાર ટાપુ પર પહોંચી જશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આ વર્ષે ચોમાસું ત્રણ દિવસ મોડું એટલે કે ત્રીજી કે ચોથી જૂનના રોજ કેરળમાં દસ્તક દેશે. આ વર્ષે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું સામાન્ય રહેશે, બીજી તરફ તેનાથી વિપરિત આગાહી કરતા સ્કાયમેટ નામની ખાનગી સંસ્થાનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેશે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસું 93%ની આસપાસ રહેવાનો અંદાજ છે.

  ખાનગી કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું 22 મેના દિવસે અંદમાન અને નિકોબાર ટાપુ પર પહોંચી જશે. ઉપરાંત અલનીનોની અસરને પગલે ચોમાસું સામાન્યથી ઓછું રહી શકે છે.

  હવામાન વિભાગ અને સ્કાયમેટનું શું કહેવું છે?

  હવામાન વિભાગે તાજેતરમાં આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એટલે કે 887 મિલી મીટર વરસાદ પડવાનો અંદાજ છે. જ્યારે સ્કાયમેટનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું 93% રહેશે એટલે કે 825 મિલીમીટર વરસાદ પડશે.

  કયા રાજ્યમાં ચોમાસું કેવું રહેશે?

  હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ઓડિશા અને દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ પડશે. જ્યારે મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને પૂર્વ ભારતમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ પડશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સામાન્યથી 10% ઓછો વરસાદ પડશે. ખાનગી સંસ્થા સ્કાયમેટના કહેવા પ્રમાણે પશ્ચિમ ભારતમાં સૌથી વધારે 96% વરસાદ પડશે, જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ભારતમાં 91% પડશે. દક્ષિણમાં 95% અને પૂર્વોત્તરમાં 92% વરસાદ પડશે.

  છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસાનો અંદાજ અને વાસ્તવિક સ્થિતિ

  વર્ષ  હવામાન વિભાગ સ્કાયમેટ વાસ્તવિક વરસાદ
  2018 97% 100% 91%
  2017 98% 95% 95%
  2016 106% 105% 97%
  2015 93% 102% 86%
  Published by:Vinod Zankhaliya
  First published: