Monsoon 2021: દેશમાં આવતીકાલથી જ ચોમાસું બેસી જાય તેવી આશા, ગોવામાં 5 જૂને તો મુંબઈમાં 15 જૂન સુધીમાં બેસશે ચોમાસું

Monsoon 2021: દેશમાં આવતીકાલથી જ ચોમાસું બેસી જાય તેવી આશા, ગોવામાં 5 જૂને તો મુંબઈમાં 15 જૂન સુધીમાં બેસશે ચોમાસું
ચોમાસુ બેસશે

ગોવામાં પ્રથમ ચોમાસુ વરસાદ 6 જૂન સુધી પડે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે અઠવાડિયાથી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો

  • Share this:
    નવી દિલ્હી : 31 મે સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચશે. ભારત હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 5 જૂન સુધીમાં તે ગોવામાં પહોંચશે. વિભાગે આ વખતે સરેરાશ વરસાદનો અંદાજ લગાવ્યો છે. કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂને આવે છે, જ્યારે ગોવામાં પ્રથમ ચોમાસુ વરસાદ 6 જૂન સુધી પડે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે અઠવાડિયાથી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. આનું કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે ચક્રવાત તોફાનની ઘટના બની હતી.

    આઇએમડી દ્વારા છેલ્લા 16 વર્ષથી કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખની યોગ્ય આગાહી કરવામાં આવી છે. આઇએમડી દેશમાં 75 ટકાથી વધુ વરસાદ લાવનાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે. 21મેના રોજ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, નિકોબાર આઇલેન્ડ, સમગ્ર દક્ષિણ આંદામાન સમુદ્ર અને ઉત્તર અંદમાન સમુદ્રના કેટલાક ભાગોમાં પહોંચ્યું.



    આ પણ વાંચોગજબ પ્રેમ કહાની Video: Love મેરેજ બાદ પરિણીતાને પ્રથમ પ્રેમી માટે જાગ્યો પ્રેમ, પતિએ જ પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

    ચોમાસાની રાહ જોવી

    ચોમાસુ ઉત્તર તરફ આગળ વધતાં લોકોને ઝળહળતા તાપથી રાહત મળે છે. 15 મી જૂન સુધીમાં મુંબઇમાં ચોમાસું આવી જશે તેવી ધારણા છે, પરંતુ પાટનગર દિલ્હી અને ઉત્તર ભારતના લોકોએ હાલ માટે ચોમાસાની રાહ જોવી પડશે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે 1 જુલાઇથી ચોમાસાના વરસાદની શરૂઆત થાય છે.

    આ પણ વાંચોબનાસકાંઠા : '...અગલે જનમ મે મિલેંગે', જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી પ્રેમીપંખીડાએ સજોડે દુનિયાને કહ્યું અલવીદા

    આ વિસ્તારોમાં એલર્ટ

    આ દરમિયાન હવામાન વિભાગે 30 મે સુધીમાં અંદમાન અને નિકોબાર આઇલેન્ડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. એક- બે સ્થળોએ 7 થી 11 સે.મી. સુધી ભારે વરસાદ પડી શકે છે.
    Published by:kiran mehta
    First published:May 30, 2021, 20:07 pm

    ટૉપ ન્યૂઝ