કેરળ પછી વરસાદ લેશે આ રાજ્યોનો વારો, ઉભો થયો ભયાનક પુરનો ખતરો

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

તે ઉપરાંત કર્ણાટકમાં પણ પરિસ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી થઈ રહેલા ભારે વરસાદ હાલ પણ ચાલુ જ છે.

 • Share this:
  આ વખતે ચોમાસાએ દેશના કેટલાક રાજ્યોમાં વિનાશ નોતર્યો છે. આમા સૌથી વધારે કેરળ ભોગ બન્યો છે. કેરળમાં પાછલા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધી 370 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે સાડા ત્રણ લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. પુરથી બચાવવામાં આવેલા લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. દેશભરમાં પુર પીડિતોની મદદ પહોંચાડવામાં આવી શકે છે.

  તે ઉપરાંત કર્ણાટકમાં પણ પરિસ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી થઈ રહેલા ભારે વરસાદ હાલ પણ ચાલુ જ છે. કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. કોડાગૂમાં પાછલા કેટલાક દિવસથી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 લોકોના મોત થઈ ગયા છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વાતચીત કરી અને ત્યાંની પરિસ્થિતિ વિશે પૂછતાછ કરી. તો બીજી તરફ તમિલનાડીમાં કાવેરી સહિત મોટી નદીઓ પોતાના સ્તરથી ઉપર ચાલી રહી છે. નદીના કિનારા પર આવેલા નીચેના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આંધ્ર પ્રદેશમાં પણ પાછલા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે તેથી અહી પણ પુરની સ્થિતિ બની ગઈ છે.

  હિમાચલ પ્રદેશના કેટલાક સ્થાનો પર આવનાર અઠવાડિયામાં ગાજવિજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 20થી 25 ઓગસ્ટ સુધી ઉંચાઈવાળા પહાડી વિસ્તારમાં બરફ પણ પડી શકે છે.

  ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પણ 23થી 24 ઓગસ્ટે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી લોકોના મોતનો ખતરો ઉભો થયો છે. એસડીઆરએફના જવાનો ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોને પાર કરવામાં લોકોની મદદ કરી રહ્યાં છે.

  હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, બંગાળની ખાડીમાં ફરીથી બની રહેલા લો પ્રેશરના કારણે ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

  હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી સર્કુલેશનના પ્રભાવમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યો ચે જેનાથી ઓરિસ્સા કેટલાક વિસ્તારમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે.

  હવામાન વિભાગ અનુસાર આના પ્રભાવથી મલકાનગિરી, કોરાપુટ, કાલાહાંડી, કંધમાલ, રાયગઢ, ગંજામ, ગજપતિ, પુરી, બલાંગીર, નુઆપાડા, સંબલપુર, નબરંગપુર, બાલેશ્વર, ક્યોંઝાર અને મયૂરભંજ જિલ્લાઓના એક-બે સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે.
  Published by:Mujahid Tunvar
  First published: