17 મેથી અત્યાર સુધી આગળ નથી વધ્યું ચોમાસું, આગામી 5 દિવસ આગ વરસશે

News18 Gujarati
Updated: May 26, 2020, 9:47 AM IST
17 મેથી અત્યાર સુધી આગળ નથી વધ્યું ચોમાસું, આગામી 5 દિવસ આગ વરસશે
આ ગરમી અને લોકડાઉનના સમયમાં કોટનના કપડા પહેરવાનો આગ્રહ રાખો. અને બહુ ટાઇટ કપડાના બદલે ખુલ્લા અને આરામદાયક કપડા પહેરો. જો બહાર કોઇ ખરીદી કરવા જવું પડે તો સફેદ રંગના કપડા પહેરીને જાવ જેથી તડકો ઓછો લાગે. અને તડકામાં બહાર જતી વખતે લાંબી બાયના કપડા ખરીદો.

સુપર સાઇક્લોન અમ્ફાને ચોમાસાની ઝડપ પર બ્રેક મારી, કેરળમાં હવે 5 જૂને પહોંચશે ચોમાસું

  • Share this:
નવી દિલ્હીઃ ઓડિશા (Odisha) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં થોડા દિવસ પહેલા આવેાલ સુપર સાઇક્લોન અમ્ફાન (Cyclone Amphan) એ ચોમાસા (Monsoon)ની ઝડપ પર બ્રેક મારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department) અનુસાર 17 મે બાદથી ચોમાસામાં કોઈ પ્રગતિ નથી જોવા મળી. એવામાં ચોમાસુ કેરળ પહોંચવામાં હજુ વધુ સમય લાગી શકે છે. ચોમાસા લંબાવાની શક્યતાને કારણે જ દેશમાં તાપમાન (Temperature) ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ હજુ 5 દિવસ આકાશમાંથી આગ વરસશે અને લૂથી કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં 29-30મેના રોજ ધૂળ સાથેની આંધી ચાલવાની શક્યતા છે, ઉપરાંત ક્યાંક કમોસમી છાંટા પડી શકે છે. તેનાથી લૂના પ્રકોપથી થોડી રાહત મળી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસાની સ્થિતિને જોઈએ તો મેના અંતિમ સપ્તાહ સુધી ચોમાસું શ્રીલંકાથી લઈને મ્યાનમાર સુધી છવાઈ જાય છે. જોકે આ વખતે આવું કંઈ પણ જોવા નથી મળી રહ્યું.

આ પણ વાંચો, WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના

સુસ્ત પડેલા ચોમાસાને જોતાં હવામાન વિભાગે પહેલા જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કેરળ પહોંચવામાં આ વખતે વિલંબ થઈ શકે છે. કેરળમાં દર વર્ષે 1 જૂને ચોમાસું પ્રવેશ કરે છે પરંતુ આ વખતે 5 જૂન સુધી તેની કેરળ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હજુ અંડમાનમાં ચોમાસું જે રીતે નિષ્ક્રિય છે તેને જોયા બાદ તેમાં વધુ વિલંબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં સૌથી વધુ ગરમીની અસર

દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક હિસ્સાઓમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર ગરમી વરસી રહી છે અને ક્યાંક તો તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની ઉપર સુધી પહોંચી ગયું છે. રાજસ્થાનમાં સોમવારે દિવસનું સૌથી વધુ તાપમાન ચૂરુમાં 47.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ સૌથી ગરમ રહ્યું જ્યાં તાપમાન 46.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 

આ પણ વાંચો, Covid-19: મહાસંકટમાં મહારાષ્ટ્ર, માત્ર 19 દેશોમાં અહીંથી વધુ કેસ
First published: May 26, 2020, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading