લાપસીના આંધણ મૂકો, કેરળમાં ચોમાસાનું આગમન

ચોમાસાનું નિયત સમય કરતાં એક અઠવાડીયું મોડું આગમન, ગરમીથી ત્રસ્ત લોકોએ હાશકારો મેળવ્યો

News18 Gujarati
Updated: June 8, 2019, 12:47 PM IST
લાપસીના આંધણ મૂકો, કેરળમાં ચોમાસાનું આગમન
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેરળમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
News18 Gujarati
Updated: June 8, 2019, 12:47 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : કેરળમાં ચોમાસાનું નિયત સમય કરતાં એક અઠવાડીયા મોડું આગમ થયું છે. શનિવારે બપોરે કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જનરલ ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સારી માત્રામાં વરસાદ પડી રહ્યો છે.

દેશનો મોટો ભાગ ખેતી પર આધારિત હોવાના કારણે ચોસામા પર જ અર્થતંત્રનો મદાર રહેતો હોય છે ત્યારે છેલ્લા 48 કલાકથી કેરળ સહિત સમગ્ર દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી હતી.

આ પણ વાંચો :  ઈડરમાં 8 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો , વલસાડમાં હળવો વરસાદ

હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ કેરળના કાંઠે પહોંચે તેવી વકી હતી. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેઠવાની શક્યતા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં 9-11 જૂન દરમિયાન રેડ અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ગત વર્ષે ઑગસ્ટ મહિનમાં આવેલા વિનાશક પૂરના કારણે કેરળમાં 350 લોકોનાં મોત થયા હતા.

આ પણ વાંચો :  કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદ, કેરળમાં ચોમાસાની આતુરતા

ચોમાસાની પરિભાષામાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ. આગામી 10મી જૂન દરમિયાન એર્નાકુલમ, માલાપ્પુરમ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી 11 જૂન માટે કોઝીકોડે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Loading...

દરમિયાન દક્ષિણ ભારતના કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદ થયો છે. બંગાળની ખાડી પર સર્જાયેલા પ્રેશરના કારણે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં અને અરબ સાગર પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે કર્ણાટકના કાંઠા વિસ્તારમાં તેમજ બેંગલુરૂ શહેરમાં વરસાદ વરસ્યો હતો. કર્ણાટકમાં કેટલાક ઠેકાણે 3 એમએમથી લઈને 1 એમએમ સુધીનો વરસાદ વરસ્યો હતો.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...