કરાચી : પાકિસ્તાનમાં (Pakistan) ભારે વરસાદે (Heavy Monsoon Rain In Pakistan)તારાજી સર્જી છે. ભારે વરસાદથી કરાચી (Rain In Pakistan)શહેરની હાલત અમદાવાદ (Ahmedabad Rain)કરતા પણ વધારે ખરાબ થઇ ગઈ છે. કરાચીમાં રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કરાચીમાં (Karachi floods)ભીષણ પૂરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં પાણી જ પાણી જોવા મળે છે.
પાકિસ્તાનમાં ભારે વરસાદથી ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે. ભારે વરસાદને કારણે દક્ષિણી પ્રાંત બલૂચિસ્તાનમાં 57 સહિત 90થી વધારે લોકોના મોત થયા છે. રોયટર્સના મતે પ્રાંતના મુખ્યમંત્રીના આપદા અને ગૃહ મામલાના સલાહકાર જિયાઉલ્લાહ લૈંગોવે આ જાણકારી આપી છે.
પાકિસ્તાનમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દેશના સૌથી મોટા શહેર કરાચીના મોટા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ દરમિયાન નૌસેનાએ કહ્યું કે બલૂચિસ્તાનમાં નાગરિકોને બહાર કાઢવા અને રાશન-પાણી પહોંચાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં પણ કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ છે. જેના કારણે 24 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Heavy Rain) પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાત (Central Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (South Gujarat Heavy Rain) પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (11 જુલાઈ)ના રોજ આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ આખા ગુજરાતમાં વરસાદ રહેશે. જોકે, આગામી 15મી તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર