નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે ચાલુ વર્ષે ચોમાસુ (Monsoon 2020) કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કર્યું છે. 2020નું ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. ચોમાસામાં સરેરાશ 100% વરસાદ પડશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રટરી માધવન રાજીવને જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે સરેરાશ વરસાદ 100 ટકા પડશે જેમાં પાંચ ટકા ઓછા કે વધુ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો, Lockdown 2.0: લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે
નોંધનીય છે કે, ચાર મહિનાના દક્ષિણ પશ્ચિમ ચોમાસું દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર ચાર મહિના દર વર્ષે કેરળ (Kerala)થી શરૂ થાય છે. દેશમાં કોરોના (Coronavirus)ના કેસ અને લૉકડાઉન (Lockdown 2.0)ની વચ્ચે આ પૂર્વાનુમાન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ખેડૂતો (Farmers) દર વર્ષે સારા ચોમાસાની રાહ જોતા હોય છે.
આ પણ વાંચો, લૉકડાઉન પાર્ટ-2માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ