હવામાન વિભાગની આગાહી, આ વર્ષે દેશભરમાં જબરદસ્ત થશે વરસાદ

ફાઈલ ફોટો

મધ્ય ભારતમાં 100 ટકા ચોમાસાનું અનુમાન છે. ઓગષ્ટમાં સારો વરસાદ થવાના સંકેત છે.

 • Share this:
  ગુજરાત સહિત દેશભરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો, આગ વરસાવતો તડકાનો કહેર ચાલુ છે. લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ બીજુ અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે સામાન્ય વરસાદ વરસવાની આશા છે. ઓગષ્ટમાં 99 ટકા ચોમાસાનું અનુમાન છે. 6 જૂન સુધી ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. ત્યારબાદ ચોમાસુ આગળ વધશે. જોકે, 6 જૂન સુધી ગરમીથી રાહત મળવાની આસા નથી દેખાઈ રહી.

  જાહેર કરાયું બીજુ અનુમાન
  હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ભારતમાં 97 ટકા ચોમાસાનું અનુમાન છે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં 91 ટકા વરસાદનું અનુમાન છે. આઈએમડી અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસુ 94 ટકા રહેશે. જ્યારે, મધ્ય ભારતમાં 100 ટકા ચોમાસાનું અનુમાન છે.

  જૂનથી સપ્ટેમ્બરમાં એવરેજ 96 ટકા વરસાદ થવાનું અનુમાન છે. જોકે, જુલાઈમાં સામાન્યથી નબળો વરસાદ થવાની સંભાવના છે. આઈએમડી અનુસાર, જુલાઈમાં એવરેજ 95 ટકા વરસાદ થઈ શકે છે. જ્યારે ઓગષ્ટમાં સારો વરસાદ થવાના સંકેત છે.

  ઓગષ્ટમાં એવરેજ 99 ટકા વરસાદ વરસી શકે છે. આઈએમડી અનુસાર, આ વર્ષે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ભારતમાં નબળા વરસાદની આશંકા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં સારા વરસાદનું અનુમાન છે. આઈએમડી પોતાનું અગામી અનુમાન જુલાઈના અંતમાં જાહેર કરશે.

  ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ
  30મે ગુરૂવારના રોજ દિલ્હીએ ગરમીના મામલામાં 8 વર્ષનો રેકોર્ડ તોડી દીધો. દિલ્હીના પાલમ વિસ્તારમાં તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે.

  - આ સામાન્યથી 6 ડિગ્રી વધારે છે. 2013મે બાદ મે મહિનામાં નોંધવામાં આવેલું આ સોથી વધારે તાપમાન છે. હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઈમેટ વેધરના મહેશ પાલવતે ટ્વીટ કરી બતાવ્યું, દિલ્હીનો પારો ચઢ્યો છે.

  -દિલ્હીના પાલમમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું. હવામાન વિભાગનું માનવું છે કે, પૂરૂ અઠવાડીયું હજુ ગરમીમાંથી રાહત મળે તેમ નથી.

  - સાયબર સીટીના નામથી ઓળખ પામનાર ગુરૂગ્રામ પમ ગરમીના મામલામાં પાછળ નથી. અહીં પણ 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
  Published by:kiran mehta
  First published: