Home /News /national-international /

Monkeypox Guidelines: વિશ્વમાં મંકીપોક્સના વધતા જોખમ વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ, ગાઈડલાઈન જાહેર કરી

Monkeypox Guidelines: વિશ્વમાં મંકીપોક્સના વધતા જોખમ વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ, ગાઈડલાઈન જાહેર કરી

મંકીપોક્સ માર્ગદર્શિકા

Monkeypox Guidelines: સરકારની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ શંકાસ્પદ મંકીપોક્સ કેસ (Monkeypox Case) આવે છે, તો તેના નમૂનાને રાજ્યો અને જિલ્લાઓમાં બનેલા સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામના નેટવર્ક દ્વારા પૂણેમાં ICMR-NIV ની ટોચની લેબમાં મોકલવામાં આવશે

વધુ જુઓ ...
  નવી દિલ્હી. વિશ્વમાં મંકીપોક્સ (Monkeypox) ના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Union Ministry of Health and Family Welfare) માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડી છે. સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આફ્રિકન જંગલી પ્રાણીઓનું માંસ ખાવા અથવા રાંધવા, અથવા આફ્રિકન જંગલી પ્રાણીઓમાંથી બનાવેલ ક્રીમ, લોશન અને પાવડર જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. સરકાર સાવચેતીના સ્તરે કોઈપણ પ્રકારની બેદરકારી ઈચ્છતી નથી. ભારતમાં અત્યાર સુધી આ રોગનો કોઈ કેસ જોવા મળ્યો નથી.

  મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે અને તેણે માર્ગદર્શિકા દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે. આ સિવાય મંત્રાલયે ત્વચા પર ઘા અથવા ગુપ્તાંગમાં ઘા જેવી બીમારીથી પીડિત લોકો સાથે નજીકના સંપર્કથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. મંત્રાલયે બીમાર લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં, પથારી અથવા આરોગ્ય સંસ્થાઓમાં વપરાતી સામગ્રી અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવેલા લોકોથી દૂર રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, બધા સાવધાન રહે. ખાસ કરીને એવા દેશોમાંથી આવતા લોકો જ્યાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે, અસરગ્રસ્ત દેશોમાંથી આવતા અને છેલ્લા 21 દિવસમાં મુસાફરી કરનારા લોકોની મુસાફરીની વિગતો તપાસવી જોઈએ. ઉપરાંત, એરપોર્ટ અને બંદરોથી લક્ષણ દેખાતા વ્યક્તિને હોસ્પિટલોમાં મોકલવાની સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ.

  નિષ્ણાંતોનું માનવું છે કે, જેમ વિશ્વના દેશોમાં મંકીપોક્સના કેસ મળી આવ્યા છે, જો આવનારા સમયમાં ભારતમાં કેસ આવશે તો તે સમયે પરિસ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગાઈડલાઈન અનુસાર, લેબમાં ટેસ્ટ કર્યા પછી જ મંકીપોક્સના કેસને કન્ફર્મ ગણવામાં આવશે. આ માટે, ફક્ત પીસીઆર અથવા ડીએનએ પરીક્ષણની પદ્ધતિ માન્ય રહેશે. આ કિસ્સામાં, સરકારે માર્ગદર્શિકા જારી કરી છે જેથી રોગ અને તેના લક્ષણો વિશે કોઈ ગેરસમજ ન થાય.

  આમાં કહેવામાાં આવ્યું છે કે, જો કોઈ શંકાસ્પદ કેસ આવે છે, તો તેના નમૂનાને રાજ્યો અને જિલ્લાઓમાં બનેલા સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામના નેટવર્ક દ્વારા પૂણેમાં ICMR-NIV ની ટોચની લેબમાં મોકલવામાં આવશે. વાસ્તવમાં, મંકીપોક્સ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, તમામ વ્યવસ્થા એપિડેમિઓલોજી હેઠળ કરવાની હોય છે. આમાં, બીમાર અને તેમની સંભાળ, નિદાન, કેસ મેનેજમેન્ટ અને જોખમ સંબંધિત પરિબળો પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચોચિંતા: મુંબઈ માટે મે મહિનો ભારે, Corona હોસ્પિટલમાં ભરતી થનાર દર્દીઓની સંખ્યા 231% વધી

  ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, નવા કેસની ઝડપથી ઓળખ કરવામાં આવે. આ રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ન જાય તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો, ચેપને રોકવા અને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ પણ વિગતવાર સમજાવવામાં આવી છે. દર્દીને આઇસોલેશનમાં રાખવા અને એમ્બ્યુલન્સ ટ્રાન્સફર કરવાની વ્યૂહરચના વિશે પણ માહિતી આપવામાં આવી છે. આઈસોલેશનમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, દર્દીની સંભાળ લેતી વખતે સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ અને PPE કીટ પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Guidelines, Health disease, Indian Government, Monkeypox

  આગામી સમાચાર