Home /News /national-international /Monkeypox: શું મંકીપોક્સ એઇડ્સ જેવો જાતીય રોગ છે? જાણો શું કહે છે મેડિકલ એક્સપર્ટ્સ

Monkeypox: શું મંકીપોક્સ એઇડ્સ જેવો જાતીય રોગ છે? જાણો શું કહે છે મેડિકલ એક્સપર્ટ્સ

દક્ષિણ ભારતના આ રાજ્યમાં અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના બે કેસ (Monkeypox cases in india) નોંધાયા છે

Monkeypox Symptoms - હાલ વિશ્વભરના દેશોમાં મંકીપોક્સના કેસો સતત વધી રહ્યા છે. આ રોગની એન્ટ્રી હવે ભારતમાં પણ થઇ ચૂકી છે

કોરોના મહામારીમાં માંડ બહાર આવેલ વિશ્વ હવે વધુ એક નવી બીમારીના કાદવમાં ફસાઇ રહ્યું છે. હાલ વિશ્વભરના દેશોમાં મંકીપોક્સના (Monkeypox)કેસો સતત વધી રહ્યા છે. આ રોગની એન્ટ્રી હવે ભારતમાં પણ થઇ ચૂકી છે. જેને પગલે કેરળ સરકારે (Kerala Government) મંકીપોક્સના (Monkeypox cases)ફેલાવાને રોકવા માટે તકેદારી વધારી દીધી છે. પાંચ જિલ્લા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના આ રાજ્યમાં અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના બે કેસ (Monkeypox cases in india) નોંધાયા છે.

આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે પાંચ જિલ્લા માટે વિશેષ એલર્ટ (kerala alert) જાહેર કરવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, અલાપ્પુઝા અને કોટ્ટાયમના કેટલાક લોકો 12 જુલાઈના રોજ શારજાહથી તિરુવનંતપુરમ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેપગ્રસ્ત વ્યક્તિના સહ-મુસાફરો હતા.

દેશમાં મંકીપોક્સના બે કેસ સામે આવ્યા બાદ સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે (18 જુલાઈ)ના રોજ દેશના એરપોર્ટ અને પોર્ટ પર ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના સ્વાસ્થ્યની તપાસ માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી.

વિદેશથી આવતા નાગરિકોની તપાસ

આ બેઠકમાં એરપોર્ટના પ્રાદેશિક નિયામકો અને બંદર આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણની પ્રાદેશિક કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક આરોગ્ય તપાસણી કરવાની સલાહ અપાઈ છે. જેનાથી દેશમાં બહારથી ફેલાતા મંકીપોક્સના કેસોનું જોખમ ઓછું થાય. આ સાથે જ તેમને દરેક પોર્ટ પર હોસ્પિટલની સુવિધાઓ વધુ સુયોગ્ય કરવા તેમજ સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અધિકારીઓને આંતરરાષ્ટ્રીય બંદરો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન અને તમામ એજન્સીઓ સાથે સંકલન સાધીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - કોણ છે અર્પિતા મુખર્જી? જેના ઘરે EDએ દરોડા પાડતા મળ્યા 20 કરોડ રૂપિયા

વિશ્વભરમાં મંકીપોક્સના 9 હજાર કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 12 જુલાઈ, 2022 ના રોજ વિશ્વભરમાં મંકીપોક્સના કેસોની સંખ્યા 9,200 હતી. ફ્રાંસમાં (12 જુલાઈ) 912 કેસ નોંધાયા છે. ઇટાલીમાં (15 જુલાઈ) 339 અને નેધરલેન્ડમાં 549 કેસ (14 જુલાઈ) નોંધાયા હતા. સ્પેનમાં (12 જુલાઈ) 2,447 અને યુકેમાં 1,856 કેસ નોંધાયા છે. (14 જુલાઈ સુધીમાં, ઇંગ્લેન્ડમાં 1,778, સ્કોટલેન્ડમાં 46, ઉત્તરી આયર્લૅન્ડમાં 12 અને વેલ્સમાં 20 કેસ નોંધાયા હતા). બ્રાઝિલમાં 14 જુલાઈએ 228 કેસ (11 જુલાઈ), કેનેડામાં 500 (14 જુલાઈ) અને અમેરિકામાં 1,469 કેસ નોંધાયા હતા.

શું છે મંકીપોક્સ બીમારી?

tv9hindiના અહેવાલ મુજબ મુંબઈની નાણાવટી હોસ્પિટલના જનરલ ફિઝિશ્યન અને ચેપી રોગના નિષ્ણાત ડો.હેમલતા અરોરાએ જણાવ્યું હતું કે, "મંકીપોક્સ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. તે શીતળા જેવો રોગ છે જે એક માનવીના બીજા માનવીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ચિકનપોક્સની જેમ ફેલાઇ શકે છે. જો તમે કોઈ સંક્રમિત વ્યક્તિની બાજુમાં લાંબા સમય સુધી બેસીને તે વ્યક્તિને સ્પર્શ કરો છો અથવા જો તમે તેને તેના કપડાં અથવા ટુવાલને પણ સ્પર્શ કરો છો તો તમને આ રોગ થઈ શકે છે.

સંપર્કમાં ન હોય તો ચેપ લાગવાની સંભાવના ઓછી

તેમણે કહ્યું કે મંકીપોક્સ કોવિડ -19 જેટલો ચેપી નથી. ફ્લૂ જેવા રોગો વધુ ચેપી હોય છે, કારણ કે તે હવા અને ડ્રોપ્લેટ્સ દ્વારા ફેલાય છે. મંકીપોક્સ શરીરમાં નીકળેલા દાણામાં રહેલા પ્રવાહીથી ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમને સ્પર્શે છે, ત્યારે તેમને પણ ચેપ લાગે છે. તેથી દર્દીની સંભાળ રાખતા વ્યક્તિને ચેપ લાગવાની શક્યતા વધારે છે. જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં ન હોય તો તેને ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે. જો કે, આનો અર્થ એ નથી કે વ્યક્તિએ પોતાને બચાવવા ધ્યાન ન રાખવું જોઇએ.

1980 પછી જન્મેલા લોકોને ખતરો વધુ

ડો.અરોરાએ વધુમાં કહ્યું કે, તે ચેપી રોગ છે. જે પુરુષો અન્ય પુરુષો સાથે સેક્સ કરે છે તેમને આની સાથે કોઈ લેવાદેવા નથી. આ ચેપ સંપર્ક દ્વારા ફેલાય છે. એટલે કે મહિલાઓ અને બાળકોને પણ ચેપ લાગી શકે છે. શીતળાની રસી આપવામાં આવી હોય તેમને જ ચેપ લાગવાની સંભાવના નથી. જે લોકોનો જન્મ 1980 પછી થયો હતો અને જેમને શીતળાની રસી આપવામાં આવી ન હતી, તેઓ આ રોગ માટે વધુ સંવેદનશીલ છે.

શું તેને STD જાહેર કરી શકાય?

ડો.અરોરા કહે છે કે, જો આ રોગને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) જાહેર કરવામાં આવે તો તેનાથી નાના બાળકો બેદરકાર બની જશે. આ રોગને એસટીડી જાહેર કરવો ખોટું હશે, કારણ કે નાના બાળકો વિચારશે કે તેમને ચેપ લાગી શકે નહીં. બાળકો સાથે રમે છે, એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે મસ્તી પણ કરે છે. આ બધું નજીકમાં સંપર્કમાં આવવાથી થાય છે. તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિથી ચેપનો શિકાર બની શકે છે.

મંકીપોક્સના લક્ષણો

શરીર પર ફોલ્લીઓ, તાવ, સોજો, ચહેરા, હાથ, પગ, શરીર, આંખો, મોં અથવા જનનાંગો પર ફોલ્લાઓ સાથે માથાનો દુ:ખાવો, તેમજ સ્નાયુઓ અને પીઠમાં દુખાવો, નબળાઇ આવવી તેના લક્ષણોમાં શામેલ છે.

કઇ રીતે ફેલાય છે આ રોગ?

-ત્વચાથી ત્વચાના સંપર્કમાં આવવાથી.

-રૂબરૂ સંપર્કમાં આવવાથી.

-મોં વડે ત્વચાના સંપર્કમાં આવવાથી.

-દર્દીની પથાર, ટુવાલ કે અન્ય વસ્તુઓ સ્પર્શવાથી.
First published:

Tags: Monkeypox, Who

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો