Home /News /national-international /Monkeypox: ટેક્સાસમાં મળ્યો 'મંકીપૉક્સ'નો પ્રથમ કેસ, શરીરમાં નીકળ્યા મોટાં મોટાં ફોલ્લાં

Monkeypox: ટેક્સાસમાં મળ્યો 'મંકીપૉક્સ'નો પ્રથમ કેસ, શરીરમાં નીકળ્યા મોટાં મોટાં ફોલ્લાં

પ્રતીકાત્મક તસવીર

મંકીપૉક્સ (Monkeypox)નો પ્રથમ કેસ અમેરિકાના ટેક્સાસ (Texas)માં સામે આવ્યો છે. સીડીસીના કહેવા પ્રમાણે આ દુર્લભ બીમારી છે, આ વાયરસનો આ પ્રથમ કેસ છે.

ટેક્સાસ: દેશ-દુનિયામાં કોરોના મહામારીનો ખતરો ખતમ નથી થયો. અનેક દેશમાં હજુ પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલ ભારતમાં પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમેરિકામાંથી ચિંતા વધારતા સમાચાર પ્રાપ્ત થયા છે. અમેરિકામાં નવી બીમારી 'મંકીપૉક્સ'નો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ટેક્સાસમાં મંકીપૉક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. સીડીસી (Centers for Disease Control and Prevention)ના જણાવ્યા પ્રમાણે, આ દુર્લભ બીમારી છે.

આ વાયરસનો ટેક્સાસમાં પ્રથમ કેસ છે. એક અમેરિકન નાગરિકમાં આ બીમારી મળી છે. આ વ્યક્તિએ તાજેતરમાં જ નાઇઝીરિયાથી અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. દર્દીને હાલ ડલ્લાસમાં હૉસ્પિટલમાં ખસેડાયો છે. ડલ્લાસ કાઉન્ટિના સ્વાસ્થ્ય અધિકારી ક્લે જેનકિન્સે જણાવ્યું કે, "આ દુર્ભલ બીમારી છે. હાલ કોઈ મોટો ખતર હોય તેવું નથી લાગી રહ્યું. અમને નથી લાગતું કે સામાન્ય લોકોને આનાથી કોઈ ખતરો છે."

આ પણ વાંચો: હવે પોસ્ટ ઑફિસમાં પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે, જાણો વધારે વિગત

સીડીસીના જણાવ્યા પ્રમાણે નાઇઝીરિયા ઉપરાંત 1970 પછી મધ્ય અને પશ્ચિમ આફ્રિકન દેશોમાં આ બીમારીના કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા 2003માં અમેરિકામાં આ બીમારીના અમુક કેસ મળ્યા હતા. સીડીસીએ કહ્યુ કે, તેમના અધિકારીઓ સંબંધીત એરલાઇન અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના સંપર્કમાં છે, જેનાથી વિમાનમાં સવાર અન્ય કોઈ મુસાફર અથવા લોકોના સ્વાસ્થ્યની તપાસ થઈ શકે.

આ પણ વાંચો: પતિ સાથે છૂટાછેડા લીધા બાદ યુવતીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી, આજે વર્ષની કમાણી 10 કરોડ રૂપિયા!
" isDesktop="true" id="1115214" >

આ પણ વાંચો: ફ્રીલાન્સ કામ માટે કેટલો આવકવેરો ભરવો પડે? જાણો તમને મૂંઝવતા સવાલનો જવાબ 

મંકીપૉક્સ વાયરસ સંબંધિત બીમારી છે. આ બીમારી દુર્લભ છે. સાથે જ તે ગંભીર વાયરલ બીમારી પણ થઈ શકે છે. જેની શરૂઆત સામાન્ય તાવ અને સોજો આવવાથી થાય છે. ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં દાણા ઉપસી આવે છે. ચિંતાની વાત એ છે કે આ બીમારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જોકે, અમેરિકામાં સામે આવેલા કેસમાં એક સારી વાત એ છે કે વિમાનમાં સવાર મોટાભાગના લોકોએ કોરોનાને પગલે માસ્ક પહેરી રાખ્યું હતું. આથી આ વ્યક્તિમાંથી આ બીમારી કોઈ અન્ય વ્યક્તિમાં પ્રવેશી હશે તેનું જોખમ ખૂબ ઓછું છે.
First published:

Tags: Disease, Monkeypox, Texas, US, અમેરિકા, આરોગ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો