Home /News /national-international /VIDEO: ફુલ સ્પિડે આવતા બાઈકના પૈડામાં ફસાયો વાનર, અબોલનો જીવ બચાવવા માટે ચાલકે કર્યું આ કામ

VIDEO: ફુલ સ્પિડે આવતા બાઈકના પૈડામાં ફસાયો વાનર, અબોલનો જીવ બચાવવા માટે ચાલકે કર્યું આ કામ

monkey viral video

આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવાય છે. જેમાં એક બાઈક ચાલકની સુઝબુઝના કારણે એક વાનરનો જીવ બચી ગયો.

    Monkey Viral Video: સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ઘરે બેઠા અંતરિયાળ અને દેશ વિદેશમાં બનતી કોઈ પણ ઘટના વિશે જાણી શકે છે. દરરોજ કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. તાજેતરમાં જ આ વાનર સાથે જોડાયેલો વીડિયો વાયરલ થયો છે. જે ફુલ સ્પિડમાં આવતા બાઈક સાથે ટકરાયો હતો અને તેના પૈડામાં ફસાઈ ગયો હતો. જેને બચાવવા માટે આ વ્યક્તિને પોતાના બાઈકને આખી ખોલવી પડી હતી.

    આ પણ વાંચો: સુરત: પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બે મહિલાઓની મારામારીનો વીડિયો થયો વાયરલ

    આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવાય છે. જેમાં એક બાઈક ચાલકની સુઝબુઝના કારણે એક વાનરનો જીવ બચી ગયો. હકીકતમાં બન્યું છે એવું કે એક ફુલ સ્પિડે આવતા બાઈક સાથે વાનર અથડાયો અને ત્યાર બાદ બાઈકના પૈડામાં આ વાનર બરાબરનો ફસાઈ ગયો, જેથી આ વાનર છટકીને ભાગી શકતો નહોતો. આ ઘટના બાદ ડ્રાઈવરે તુરંત બ્રેક મારી અને વાનરને બચાવવા માટે કામે લાગી ગયો.



    અહીં આપેલા વીડિયો જોઈને આપ અંદાજ લગાવી શકશો કે, કેવી રીતે વાનર બાઈકના પૈડામાં ફસાઈ ગયું છે. જો કે, તેને હાથેથી ખેંચીને કાઢવાની કોશિશ કરવા છતાં પણ તે નિકળી શક્યો નહોતો. આ બધાની સાથે એ પણ જોવા જેવું છે કે, જો પૈડું થોડુ ફેરવીએ તો વાનરનું મોત થઈ જાય. ત્યારે આવા સમયે બાદમાં બાઈકચાલકે મિકેનિકને બોલાવી પૈડા ખોલાવ્યું હતું અને વાનરનો જીવ બચી ગયો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video, Monkey

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन