ચાર લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી ગયો વાંદરો, ઝાડ પર ચડી કરવા લાગ્યો નોટોનો વરસાદ, જુઓ VIDEO

Viral Video: વાંદરાએ બેગમાંથી 500 રૂપિયાથી થોકડી બહાર કાઢી તેને ફાડીને નીચે ફેંકવા લાગ્યો, વૃદ્ધે આ રીતે વાંદરા પાસેથી પાછી મેળવી નોટોથી ભરેલી બેગ

Viral Video: વાંદરાએ બેગમાંથી 500 રૂપિયાથી થોકડી બહાર કાઢી તેને ફાડીને નીચે ફેંકવા લાગ્યો, વૃદ્ધે આ રીતે વાંદરા પાસેથી પાછી મેળવી નોટોથી ભરેલી બેગ

  • Share this:
    સંદીપ મિશ્ર, સીતાપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સીતાપુર (Sitapur) જિલ્લામાં રજિસ્ટ્રેશન કરાવવા આવેલા એક વૃદ્ધની રૂપિયાથી ભરેલી બેગ વાંદરો (Monkey) ઝૂંટવીને ભાગી ગયો. વાંદરો ત્યારબાદ ઝાડ પ ચડી ગયો અને બેગમાંથી નોટો કાઢીને નીચે ફેંકવા લાગ્યો. ઝાડ પરથી અચાનક 500-500ની નોટોનો વરસાદ થતો જોઈને ત્યાં અફરાતફરી મચી ગઈ. ત્યારે કેટલાક લોકો બૂમો પાડતાં ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લોકોની સાચી ઘટના વિશે માહિતી મળી.

    લોકો વાંદરા પાસેથી રૂપિયાથી ભરેલી બેગ લેવાનો પ્રયાસ કરતા રહ્યા. આ દરમિયાન વાંદરાએ બેગમાં મૂકેલી નોટોની એક થોકડી કાઢી દીધી અને રૂપિયાને ફાડીને ઝાડથી નીચે ફેંકવા લાગ્યો. આ દરમિયાના વાંદરાએ લગભગ 10થી 12 હજાર રૂપિયા ફાડી દીધા. બેગમાં લગભગ ચાર લાખ રૂપિયા રોકડા હતા. લોકોના ઘણા પ્રયાસો બાદ વાંદરાએ રૂપિયાથી ભરેલી બેગ નીચે ફેંકી દીધી. ત્યારબાદ લોકોએ વૃદ્ધ ભગવાનદીનને રૂપિયાથી ભરેલી બેગ પરત કરી દીધી.


    કાસિમપુર નિવાસી ભગવાનદીન મંગળવારે વિકાસ ભવન સ્થિત રજિસ્ટ્રેશનની ઓફિસમાં પોતાની એક જમીનના વેચાણના દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા. જેમાં તેમને 4 લાખ રૂપિયા મળ્યા હતા. જમીનના વેચાણ બાદ મેળેલા રૂપિયા લઈને ભગવાનદીન એક ઝાડ નીચે બેઠા હતા, ત્યારે વાંદરાનું ઝૂંડ ત્યાં પહોંચી ગયું. ભગવાનદીન કંઈ સમજે એ પહેલા જ એક વાંદરાએ બેગમાં ખાવાનું હોવાનું સમજીને તેને ઝૂંટવીને ઝાડ પર ચડી ગયો.

    આ પણ વાંચો, ઓપરેશન કરાવવા ગયેલી મહિલા સાથે હૉસ્પિટલમાં છેડતી, આરોપી વોર્ડ બૉયની ધરપકડ

    ભગવાનદીને બૂમાબૂમ કરતાં રજિસ્ટ્રેશન ઓફિસની બહાર એકત્ર થયેલા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા. આ દરમિયાન વાંદરાએ કોઈક રીતે બેગને ખોલી દીધી. આ સમયે વાંદરાના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ નીચે પડી ગઈ પણ તેના હાથમાં 500 રુપિયાની એક થોકડી રહી ગઈ.

    આ પણ વાંચો, થાઈલેન્ડઃ રાજાની પત્ની અને ગર્લફ્રેન્ડ વચ્ચેનો વિવાદ વકર્યો, હજારો Nude તસવીરો કરવામાં આવી લીક

    વાંદરો એક-એક કરીને નોટ નીચે ફેંકતો રહ્યો

    ઝાડ પર બેઠેલા વાંદરાના હાથમાં 500 રૂપિયાની નોટોની થોકડી હતી એન તે એક-એક કરીને નોટોને નીચે ફેંકતો રહ્યો. નીચે ઊભેલા લોકો ઝાડથી નીચે પડતી નોટોને વીણવા લાગ્યા. આ દરમિયાન પીડિત ભગવાનદીન લોકોને નોટો પરત કરવા આજીજી કરતો રહ્યો. બીજી તરફ વાંદરો લોકોએ બૂમો પાડતાં ગુસ્સે ભરાઈને નોટોને ફાડવા લાગ્યો. વાંદરાએ લગભગ 12 હજાર રૂપિયાની નોટો ફાડી નાખી. લોકોએ બૂમાબૂમ કરતાં વાંદરાના હાથમાંથી નોટોની થોકડી નીચે પડી ગઈ, જેને લોકોએ ઉઠાવી લીધી અને ભગવાનદીનને સોંપી દીધી.
    Published by:Mrunal Bhojak
    First published: