Home /News /national-international /Monkey Day 2020: કેમ ઉજવાય છે ‘મંકી ડે’? જાણો વાંદરાઓને સમર્પિત આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ

Monkey Day 2020: કેમ ઉજવાય છે ‘મંકી ડે’? જાણો વાંદરાઓને સમર્પિત આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ

દર વર્ષે 14 ડિસેમ્બરે મંકી ડેની ઉજવણી કરવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)

મંકી ડે ઉજવવાની શરૂઆત કેસી સૉરો અને એરિક મિલીકિનએ કરી હતી, અત્યારે ભારત સહિત 15 દેશમાં થાય છે ઉજવણી

Monkey Day 2020: વાંદરાઓ પ્રત્યે જાગૃતતા (Awareness about Monkeys) વધારવા માટે 14 ડિસેમ્બરે મંડી ડે (Monkey Day) ઉજવવામાં આવે છે. આ વર્ષનો એક એવો દિવસ છે જે વાંદરાઓને (Monkeys) સમર્પિત છે. જોકે આ દિવસેન યૂનાઇટેડ નેશન્સ દ્વારા ઓફિશિયલ રીતે જાહેર નથી કરવામાં આવ્યો, પરંતુ અનેક દેશોમાં આ દિવસને ઉજવવામાં આવે છે. મંકી ડે શરૂ થવાનો તમામ શ્રેય કેસી સૉરો (Casey Sorrow) અને એરિક મિલીકિન (Eric Millikin)ને જાય છે. તેઓએ જ આ દિવસની શરૂઆત કરી જેથી લોકોના મનમાં વાનરો પ્રત્યે પ્રેમ જાગે અને લોકો આ પ્રજાતિ પ્રત્યે જાગૃત થઈ શકે. મંકી ડેને આંતરરાષ્ટ્રીય વાનર દિવસ (International Monkey Day) તરીકે પણ ઉજવવામાં આવે છે.

Monkey Dayનો ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય વાનર દિવસ ઉજવવાની શરૂઆત કન્ટેમ્પરરી ઓર્ટિસ્ટ કેસી સૉરો અને એરિક મિલીકિન એ કરી હતી. તેઓએ એક વાર 14 ડિસેમ્બરે પોતાના મિત્રના કેલેન્ડર પર દિવસની રજાના રૂપમાં નોટ કરી હતી. જોકે તેઓએ આ બધું મજાકમાં કર્યું હતું. પરંતુ તેમનો આ વિચાર થોડાક જ સમયમાં વાયરલ થઈ ગયો અને તેમની કલાકૃતિઓ અને ચિત્રોએ તેને આગળ ધપાવ્યું. ત્યારથી ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત 15થી વધુ દેશોએ 14 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય વાનર દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરી દીધું.

આ પણ જુઓ, 2020ના આ વાયરલ વીડિયો, જેણે કોરોના કાળને પણ યાદગાર બનાવી દીધો

Monkey Dayનું મહત્ત્વ

વાંનરોને જાનવરોના સામ્રાજ્યમાં સૌથી કુખ્યાત પ્રજાપિતઓ પૈકીની એક માનવામાં આવે છે. તેમનું આપણી આસપાસ હોવું મજેદાર હોઈ શકે છે. જોકે વાંદરાઓ પર હુમલા, તેમની તસ્કરી જેવા અનેક મુદ્દાઓ છે જે તેમના જીવન પર જોખમ ઊભું કરે છે. તેથી આ દિવસ આ પ્રજાતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે, જેથી તેઓ આ જાનવરો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે.

આ પણ વાંચો, જુગારમાં પત્નીને હાર્યો તો જુગારીઓએ કર્યો ગેંગરેપ, પીડિતાએ વિરોધ કરતાં પતિનો એસિડ અટેક

આ દિવસે દુનિયાભરના પ્રાણી સંગ્રહાલયો (Zoo) ઉપરાંત અનેક સ્થળો પર વાંદરાઓ પ્રત્યે જાગૃતિ વધારવાના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. યૂરોપના દેશ એસ્ટોનિયના ટાલિન્ન પ્રાણી સંગ્રહાલયમાં આ દિવસે ચિમ્પાન્ઝી દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ વેચવામાં આવે છે. ભારતમાં ઈન્દિરા ગાંધી ઝૂઓલોજિકલ પાર્કમાં સામાન્ય પરિસ્થિતિઓમાં આ દિવસે બાળકો માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવતા હોય છે. જેમાં તેમને જંગલ અને જંગલી જાનવરો વિશે જાણકારી આપવામાં આવે છે.
First published:

Tags: Awareness, Wild Life, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો