જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના શાહી ડિનરમાં આવ્યો વાંદરો, રહેમાને શેર કરેલો જુઓ Video

News18 Gujarati
Updated: February 26, 2020, 10:00 PM IST
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના શાહી ડિનરમાં આવ્યો વાંદરો, રહેમાને શેર કરેલો જુઓ Video
શેર કરેલા વીડિયોની તસવીર

મંગળવારા રાત્રે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમ્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ (us president) ડોનાલ્ડ ટ્રમ્પની (donald trump) બેદિવસિય ભારતીય પ્રવાસ (india visit) પૂર્ણય થયો છે. ટ્રમ્પ અમેરિકા જવા માટે રવાના પણ થઈ ગયા છે ત્યારે તેમની આ ઐતિહાસિક યાત્રામાં અનેક યાદગાર પળ જોવા મળ્યા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવૂડ ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હોય કે પછી ટ્રમ્પનું હિન્દુસ્તાની ડિઝાઈનરના પકડા પહેરવું. અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના રાત્રિભોજનમાં વાંદરો
ઉલ્લેખનીય છે કે મંગળવારા રાત્રે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમ્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ શાહીભોજન ઉપરાંત ચર્ચામાં એક વાંદરો રહ્યો હતો. જી હાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાત્રિભોજનમાં એક વાંદરો પણ દેખાયો હતો.
 
View this post on Instagram
 

Meanwhile our little friend was having dinner too!


A post shared by @ arrahman on


પ્રખ્યાત સિંગર અને કંપોઝર એ.આર. રહેમાને પોતાના ઈસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક વાંદરો ફૂ અને પત્તીઓ ખાઈ રહ્યો છે. આ વીડિયો એ સમયે વાયરલ થયો હતો. જ્યારે એ.આર. રહેમાને આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, 'આમારો દોસ્ત પણ તેની ભોજન કરી રહ્યો છે.'

આ ક્યૂટ વીડિયોએ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત રહેમાને રાત્રિભોજનની અન્ય તસવીરો પણ શેર કરી છે. 
View this post on Instagram
 

Meanwhile our little friend was having dinner too!


A post shared by @ arrahman on


અનેક મોટી હસ્તીઓ રહી ઉપસ્થિત
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં એ.આર. રહેમાન ઉપર ઉપરાષ્ટ્રપતિ એમ. વેકેયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના પ્રદાન ન્યાયાધીશ એસ. એ બોબડે, પ્રમુખ રક્ષા અધ્યક્ષ બિપિન રાવત, વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજી અને બેન્કર કોટક મહિન્દ્રા પણ હાજર રહ્યા હતા.
First published: February 26, 2020, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading