માતાના ખોળામાંથી વાંદરો છીનવી ગયો બાળક, બચકું ભરતા મોત

નેહાએ પોતાના જીગરના ટુકડાને બચાવવાની કોશિસ કરી પરંતુ વાંદરો ઘુરકીયા(દાંત બતાવી) કરતો આગળ વધ્યો, અને બાળકને ઉઠાવી ગયો

News18 Gujarati
Updated: November 14, 2018, 10:08 AM IST
માતાના ખોળામાંથી વાંદરો છીનવી ગયો બાળક, બચકું ભરતા મોત
મૃતક બાળક (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: November 14, 2018, 10:08 AM IST
આગરાના રૂનકતા ગામમાંથી એક વિચિત્ર રૂવાંટા ઉભા કીર દે તેવી ઘટના સામે આવી છે. કસ્બાના મોહલ્લા કચહરા થોકમાં એક વાંદરો મહિલા નેહા પાસેથી તેના 12 દિવસના બાળક આરૂષને છીનવી લઈ ગયો અને તેનો જીવ લઈ લીધો

મહિલા તે સમયે પોતાના બાળકને દૂધ પીવરાવી રહી હતી. વાંદરાએ બાળકના ગળામાં દાંતથી બચકું ભરી લીધુ. અને બાળકનું તુરંત મોત નિપજ્યું. ત્યારબાદ બાળકની લાસને છોડી વાંદરો ભાગી ગયો. લોકોએ ઘણો પીછો કર્યા બાદ લોહીથી લથપથ બાળકની લાસ એક મકાનના ધાબા પર છોડી ભાગી ગયો.

આ ઘટના સોમવાર રાત્રે લગભગ 9 કલાકની છે. ઓટો રિક્ષા ડ્રાવર યોગેશની પત્ની નેહા બાળકને પોતાના ઘરમાં દૂધ પીવરાવી રહી હતી. મેઈન દરવાજો ખુલ્લો હતો. ત્યારે અચાનક વાંદરો આવી ગયો. નેહા કઈં સમજે તે પહેલા તો, વાંદરાએ સીધુ પર ઝપટ મારી ઉઠાવી લીધુ.

નેહાએ પોતાના જીગરના ટુકડાને બચાવવાની કોશિસ કરી પરંતુ વાંદરો ઘુરકીયા(દાંત બતાવી) કરતો આગળ વધ્યો, અને બાળકને ઉઠાવી ગયો. નેહાએ ફરી પોતાના લાલને બચાવવાની કોશિસ કરી, પરંતુ વાંદરાએ પોતાના દાંતથી બાળકના ગળામાં બચકું ભરી લીધુ. ત્યારબાદ વાંદરો પોતાના મોંઢામાં બાળકને દબાવી ભાગી ગયો.

નેહાની ચીસો સાંભળી આવેલા પરિવાર અને પાડોશીઓએ વાંદરાનો પીછો કર્યો. થોડીવાર પછી એક મકાનના છત પર બાળકને છોડી દીધુ, પરંતુ ત્યાં સુધીમાં તો બાળકે દમ તોડી દીધો.

તો પણ ચમત્કારની આશા રાખી પરિવારના લોકો સિકંદરાબાદમાં બે હોસ્પિટલોમાં લઈ ગયા. પરંતુ બંને જગ્યા પર ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. આ સાંભળીને જ નેહા તો બેભાન થઈ ગઈ, યોગેશ પણ પોક મુકીને રડવા લાગ્યો. નેહા અને યોગેશના લગ્નને બે વર્ષ થયા હતા. આરૂષ તેમનું પહેલુ સંતાન હતું.
First published: November 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...