ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને દિલ્હીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે આગોતરા જામીન આપ્યા છે. વાડ્રાને 5 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રા કોર્ટની મંજૂરી વગર દેશ છોડી નહીં શકે. ઉપરાંત વાડ્રાના નિકટના મનોજ અરોરાને પણ આગોતરા જામીન મળી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું કે, તે કોર્ટના આ નિર્ણયને ઉપરી કોર્ટમાં પડકારશે.
ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં વાડ્રાને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરવા માગે છે. ઇડીને આશંકા છે કે, આ કેસમાં પૂરાવા સાથે છેડછાડ થઇ શકે છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, આર્થિક ગુનાને ગંભીરતાપૂર્વક જોવાની જરૂર છે. તપાસ એજન્સી પહેલાં પણ વાડ્રાને આગોતરા જામીન આપવાનો વિરોધ કરી ચૂકી છે.
મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ 7 ફેબ્રુઆરીના રોજ રોબર્ટ વાડ્રાની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. જે બાદ ઇડીના અધિકારીઓએ કોર્ટમાં કહ્યું હતું કે, વાડ્રા પૂછપરછમાં સહયોગ આપી રહ્યાં નથી. જેના કારણે તેમની કસ્ટડી જરૂરી છે.
Money laundering case: Special CBI court has imposed bail conditions - Both Robert Vadra and Manoj Arora can't leave the country without prior permission of the court. Both will have to join the investigation when called. No tampering with evidence or influence witnesses. https://t.co/wOuETeW44Y
જે બાદ 12 ફેબ્રુઆરીએ જયપુરમાં બીકાનેર લેન્ડ ડીલ કેસમાં ઇડી સમક્ષ હાજર થવું પડ્યું હતું. જે બાદ વાડ્રાના વકીલે કહ્યું હતું કે, તે એક સારા વ્યક્તિ છે અને સતત સહયોગ આપી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર