Home /News /national-international /હોળી પર જાપાની છોકરી સાથે ગેરવર્તણૂક, પરિસ્થિતિ જણાવતા કહ્યું - ભારતને પ્રેમ કરું છું પણ...

હોળી પર જાપાની છોકરી સાથે ગેરવર્તણૂક, પરિસ્થિતિ જણાવતા કહ્યું - ભારતને પ્રેમ કરું છું પણ...

જાપાની છોકરી સાથે થયેલી ગેરવર્તણૂકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં હોળીના તહેવારમાં જાપાની છોકરી સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. છોકરીને કેટલાક યુવકો જબરદસ્તી રંગ લગાવતા જોવા મળે છે. ત્યારબાદ છોકરીએ સોશિયલ મીડિયામાં એક લાંબો પોસ્ટ કરી છે. તેનું કહેવું છે કે, ભારતને બહુ પ્રેમ કરે છે. તેટલું જ નહીં, તેણે માફી માંગતા લખ્યું કે, વીડિયોથી કોઈ ભાવનાને ઠેસ પહોંચાડવાનો તેનો ઇરાદો નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ હોળીના તહેવારને લઈને દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રંગ લગાવવાના નામે એક જાપાની છોકરી સાથે ગેરવર્તણૂક કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ છોકરીનો વીડિયો વાયરલ થયો છે. તેમાં કેટલાક છોકરાઓ છોકરી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને જાપાની છોકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. તેમાં તેણે આખી ઘટના વિશે લખ્યું છે અને કહ્યું છે કે, ‘ભારતને પ્રેમ કરું છું અને માનું છે કે હોળી એક સારો તહેવાર છે...’

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આ વાયરલ વીડિયો સામે આવ્યો હતો. પછી પોલીસે આ ઘટના મામલે એક કિશોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેવો વીડિયો વાયરલ થયો ત્યારે જાપાની છોકરીએ કહ્યું કે, તે પહેલાં જ ભારત છોડી ચૂકી છે અને બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. તે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવશે કે તેની સાથે શું થયું હતું.

આ પણ વાંચોઃ ભારતમાં ઝડપથી H3N2ના કેસ વધ્યાં, નીતિ આયોગે કહ્યુ - દવા-ઓક્સિજન તૈયાર રાખો

છોકરીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો


શનિવારે જાપાની છોકરીએ વીડિયો પોસ્ટ કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ વીડિયો વાયરલ થયો તો તે ડરી ગઈ હતી અને વીડિયો ડિલીટ માર્યો હતો. છોકરીએ જાપાની ભાષામાં લખ્યું હતું કે, ‘આ વીડિયોથી જે લોકોને ઠેસ પહોંચી છે તેમની હું માફી માંગું છું.’ જાપાની છોકરીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેણે સાંભળ્યું છે કે, હોળીના દિવસે મહિલાઓ માટે બહાર જવું ખતરનાક છે. આ ઘટના બની ત્યારે તે 35 દોસ્તો સાથે હતી. તેની જાપાની મિત્રએ ભૂલથી આ વીડિયો બનાવી દીધો હતો. તેમનો હોળી વિશે કંઈ ખરાબ કરવાનો વિચાર નહોતો. મહિલાએ પોલીસ કાર્યવાહી પર વિશ્વાસ કરતા કહ્યું હતું કે, તેને ભારતની દરેક ચીજવસ્તુથી પ્રેમ છે અને કેટલીય વાર તે ભારત આવી ગઈ છે.


વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાપાની છોકરી ધૂળેટી રમતી જોવા મળે છે. આ દરમિયાન લોકો તેને અડતા અને જબરદસ્તી મોઢા પર રંગ લગાવતા જોવા મળે છે. પછી છોકરાઓમાંથી કોઈ તેના માથામાં ઇંડુ ફોડતો જોવા મળે છે. છોકરી ત્યાંથી છટકવા માટે બાય બાય કહેતી દેખાઈ રહી છે. તેટલું જ નહીં, વાયરલ ક્લિપમાં છોકરી એક વ્યક્તિને થપ્પડ મારતી પણ જોવા મળી છે. હાલ તો પોલીસનું કહેવું છે કે, આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આગળની તપાસ છોકરીની ફરિયાદને આધારે કરવામાં આવશે.
First published:

Tags: New Delhi, Video viral, Viral videos

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો