VIDEO : છેડતી કરનાર આરોપીને યુવતીઓએ પકડ્યો, આવી રીતે ભણાવ્યો પાઠ

યુવતીઓએ આરોપીની પીટાઇ કરી

uttar pradesh news- આરોપી યુવકની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થઇ રહ્યો છે

  • Share this:
    સંભલ : ઉત્તર પ્રદેશના (uttar pradesh)સંભલ (Sambhal)જિલ્લામાં શાકભાજીના બજાર પાસે ખરીદી કરવા આવેલી યુવતીઓ સાથે ત્રણ-ચાર યુવકોએ છેડતી કરી હતી. જોકે પીડિત યુવતી અને તેની બહેનપણીએ સાહસ બતાવીને છેડતી (Molestation)કરનારનો મુકાબલો કર્યો હતો. આ કારણે આરોપી ભાગવા લાગ્યા હતા. જોકે યુવતીઓએ એક યુવકને પકડી લીધો હતો. યુવતીઓ સિવાય ત્યાં હાજર રહેલા લોકોએ પણ આરોપીની પીટાઇ કરી હતી. આ પછી આરોપીને પોલીસને (Police)હવાલે કર્યો હતો. આરોપી યુવકની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થઇ રહ્યો છે.

    ઘટના સદર કોતવાલી ક્ષેત્રની છે. શહેરની એક યુવતી પોતાની બહેનપણી સાથે રવિવારની સાંજે બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. શાકભાજી માર્કેટ પાસે ત્રણ ચાર ગુંડાઓએ યુવતીઓ સાથે છેડતી શરૂ કરી હતી. યુવતીઓને છેડતીનો વિરોધ કર્યો હતો તો આરોપી તેમને ધમકાવવા લાગ્યા હતા. જોકે યુવતીએ સાહસ બતાવ્યું અને અને આરોપીઓને દોડાવ્યા હતા. એક આરોપીને યુવતીઓએ પીછો કરીને પકડી લીધો હતો.

    આ પણ વાંચો - વરરાજા કાર લઇને લગ્ન કરવા જતા હતા, રસ્તામાં કાર સળગી ઉઠી અને પછી...

    આ દરમિયાન ઘણા દુકાનદાર અને રસ્તે જતા લોકો આવી ગયા હતા અને યુવતી સાથે મળીને આરોપીની પીટાઇ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીઓએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપી યુવકની ઓળખ ફતેહઉલ્લાગંજના કલમુદ્દીનના રુપમાં થઇ છે. પોલીસે આરોપી સામે કેંસ નોંધ્યો છે.


    મહિલાને ઘેરીને લાકડીઓથી ફટકારી, પીડિતાએ બહાદુરથી કર્યો મુકાબલો

    રાજસ્થાનના જોધપુરમાં કેટલાક લોકોએ એક મહિલાને ઘેરીને લાડકીઓથી પીટાઇ કરી હતી. મારપીટ દરમિયાન મહિલા બહાદુરીથી હુમલાવરોનો મુકાબલો કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન મહિલા પર ટ્રેક્ટર ચડાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોધપુરના ફલૌદી વિસ્તારનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક યુવક ખેતરમાં મહિલાને લાકડીઓથી પીટતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ બદમાશની હરકત પર મહિલાને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી રહી છે.

    વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કોઇ વાતને લઇને વિવાદ થતા એક ટ્રેક્ટર ચાલક મહિલા સહિત તેના પરિવાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોકે આ મહિલા ટ્રેક્ટર ચાલકથી ડરતી નથી તે ટ્રેક્ટર ચાલક ભાગી જાય છે. જોકે થોડા આગળ જઈને ફરી ટ્રેક્ટર પાછું વાળીને લાવે છે. આ પછી ફરી મહિલા અને તેના પરિવાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરે છે.
    Published by:Ashish Goyal
    First published: