શિકાગોમાં બોલ્યા મોહન ભાગવત, 'હજારો વર્ષથી ટોર્ચર થઈ રહ્યા છે હિન્દુ'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત

તમામ લોકોને એકસાથે આવવા પર જોર આપીને ભાગવતે કહ્યું કે, આપણે સાથે આવવું પડશે

 • Share this:
  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે હિન્દુ સમુદાયને એક-જૂટ થઈ માનવ કલ્યાણ માટે કામ કરવાની અપિલ કરી છે. અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિન્દુ સમ્મેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, હિન્દુ સમાજમાં પ્રતિભાવાન(ટેલેન્ટેડ) લોકોની સંખ્યા સૌથી વધારે છે.

  હિન્દુ સિદ્ધાંતથી પ્રેરિત પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે, પરંતુ તે બધાની સાથે નથી આવતા. હિન્દુઓનું એક-જૂઠ થવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, હિન્દુઓ હજારો વર્ષોથી દબાતા આવ્યા છે, કારણ કે તે પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવા અને આદ્યાત્મિકતાને ભૂલી ગયા છે.  તમામ લોકોને એકસાથે આવવા પર જોર આપીને ભાગવતે કહ્યું કે, આપણે સાથે આવવું પડશે. મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે, હિન્દુઓ કોઈનો વિરોધ કરવા માટે નથી જીવતા, પરંતુ કેટલાક લોકો પણ હોઈ શકે છે જે હિન્દુઓનો વિરોધ કરે છે. સંઘ પ્રમુખે હિન્દુ સમુદાયને એક-જૂટ થઈ માનવ કલ્યાણ માટે કામ કરવાની અપિલ કરી છે.

  શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામિ વિવેકાનંગે 11 સપ્ટેમ્બર 1893ના રોજ આપેલા ચર્ચિત ભાષણને 125 વર્ષ પૂરા થવા પર વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.
  Published by:kiran mehta
  First published: