Home /News /national-international /Mohan bhagwat: સંઘ પ્રમુખના ઈરાદા સમજો, નિવેદન બાબતે વાતનું વતેસર ન કરો

Mohan bhagwat: સંઘ પ્રમુખના ઈરાદા સમજો, નિવેદન બાબતે વાતનું વતેસર ન કરો

મોહન ભાગવત

Mohan Bhagwat: અયોધ્યા (Ayodhya) પછીના બાકીનાં મંદિરોની બાબતમાં સંઘે હાથ ઊંચા કરી દીધા છે અથવા તો જ્ઞાનવાપી (Gyanvapi) સહિત પ્રાચીન હિન્દુ મંદિરોને તોડીને બાંધવામાં આવેલી મસ્જિદો (Mosques)ના કબ્જા પરત લેવા માટે લડી રહેલા લોકો સાથે સંઘ ઊભો નથી.

વધુ જુઓ ...
RSSના વડા મોહન ભાગવત (Mohan bhagavat)ના તાજેતરના નિવેદન બાબતે અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકોએ એવું અર્થઘટન કરવાનું શરૂ કર્યું છે કે, અયોધ્યા (Ayodhya) પછીના બાકીનાં મંદિરોની બાબતમાં સંઘે હાથ ઊંચા કરી દીધા છે અથવા તો જ્ઞાનવાપી (Gyanvapi) સહિત પ્રાચીન હિન્દુ મંદિરોને તોડીને બાંધવામાં આવેલી મસ્જિદો (Mosques)ના કબ્જા પરત લેવા માટે લડી રહેલા લોકો સાથે સંઘ ઊભો નથી. વાસ્તવમાં ભાગવતનું નિવેદન સમાવેશી છે, મધ્યકાલીન કાળમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને ભુલાવી દેનાર નથી.

ગઈકાલે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. આ નિવેદન જ્ઞાનવાપી અને તે પછીના ઘણા વિવાદો વિશે છે. આ નિવદેન સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારંભ સમયે આપવામાં આવ્યું હતું. સંઘ દ્વારા દર વર્ષે શિક્ષણના વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્વયંસેવકોને સંઘ સાથે સંકળાયેલા વિષયો અને પ્રક્રિયા વિશે તાલીમ આપવામાં આવે છે. દેશના તમામ નાના-મોટા શહેરોમાં પહેલા અને બીજા વર્ષના શિક્ષણના વર્ગો યોજાય છે, પરંતુ ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગ હંમેશા નાગપુર ખાતેના મુખ્યાલયમાં જ યોજાય છે. આ પ્રસંગે RSSના વડા પોતે નાગપુરમાં હાજર રહે છે અને સમાપન સમારોહ પ્રસંગે વક્તવ્ય આપે છે. જેમાં સ્વયંસેવકોની સામે તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પરનો RSSનો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવે છે.

RSSના વડાએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, રશિયાએ શક્તિશાળી હોવાને કારણે યુક્રેન પર આક્રમણ કર્યું અને કોઈ પણ દેશ યુક્રેનને મદદ કરવા માટે રશિયાનો સીધો મુકાબલો કરી શક્યો નથી, કારણ કે રશિયાના પરમાણુ બોમ્બથી બધા ડરે છે. પુતિન પહેલેથી જ જાહેર કરી ચૂક્યા છે કે જો જરૂર પડશે તો તે તેનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં. ભાગવતે પશ્ચિમી દેશોના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, યુક્રેનની મદદ કરનારા આ દેશોના ઇરાદા પણ સારા નથી. સંઘના વડાના જણાવ્યા અનુસાર ભારતે શા માટે શક્તિશાળી બનવાની જરૂર છે તે વાત સમજાવવા યુક્રેનની ઘટના પૂરતી છે, ચીન જેવા દેશો રશિયાના વલણથી વધુ કુટિલ વિચારસરણીવાળા થઈ શકે છે.

પરંતુ જ્ઞાનવાપી પછી શરૂ થયેલી બીજી ઘણી મસ્જિદો અને ઇમારતો સાથે સંબંધિત વિવાદ વિશે સંઘના વડાના નિવેદન પર બધાનું ધ્યાન ગયું હતું. ભાગવતે કહ્યું, જ્ઞાનવાપી વિશે અમારી કેટલીક શ્રધ્ધા છે, જે પરંપરાથી ચાલી આવે છે, ઠીક છે. પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ જોવું જોઈએ? એ પણ પૂજા છે, ઠીક છે તે બહારથી આવી છે. પરંતુ જેમણે સ્વીકારી છે, તે મુસ્લિમો બહારના નથી, તેમણે પણ સમજવું જોઈએ.

તેમની આરાધના ત્યાંની છે, તેઓ તેમાં રહેવા માંગે છે, તો તે સારી વાત છે, અમે અહીં કોઈ પૂજાનો વિરોધ કરતા નથી. દરેકની માન્યતા અને પ્રતિક પ્રત્યે પવિત્રતાનો ભાવ હોય છે. પરંતુ આરાધના ત્યાંની હોવા છતાં પણ તેઓ આપણા પ્રાચીન સનાતન કાળથી ચાલ્યા આવતા ઋષિમુનિઓ, રાજાઓ - ક્ષત્રિયોના વંશજ છે, સમાન પૂર્વજોના વંશજો છે. આપણને સમાન પરંપરા મળી છે.

ભાગવતના નિવેદનના આ ભાગ બાબતે મીડિયાથી લઈ સામાન્ય માણસ અર્થઘટન કરે છે કે, સંઘ નથી ઈચ્છતું કે દેશમાં એવા મંદિરોનો મુદ્દો ઉઠાવવામાં આવે જેના પર મસ્જિદો બનાવવામાં આવી છે અથવા જેની સામગ્રીનો ઉપયોગ મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ પરથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હિન્દુ ધર્મસ્થાનોને તોડીને બાંધવામાં આવેલી મસ્જિદોને તેમના જૂના સ્વરૂપમાં લાવવામાં આવે અથવા તો કમ સે કમ આ પ્રકારના કૃત્યો દ્વારા મધ્યયુગમાં હિન્દુઓ પર કેટલો અત્યાચાર થયો છે તે સ્પષ્ટ થઈ જાય છે એવું અભિયાન ઉપાડનારાઓને સંઘ સમર્થન નથી આપતું.

વાસ્તવમાં સંઘ વડાના નિવેદનને સમગ્રતામાં જોવાની જરૂર છે. તેમના સમગ્ર ભાષણમાં મુખ્ય મુદ્દો ભારતીયતા છે. તેમનું કહેવું છે કે હિન્દુસ્તાનની પોતાની સદીઓ જૂની પરંપરા, સંસ્કૃતિ અને પ્રથાઓ છે, જેને દરેક વ્યક્તિએ અનુસરવી જોઈએ, પછી ભલે તે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હોય. તેઓ મુસ્લિમો વિશે પણ કહે છે કે, તેમનો કોઈ વાંક નથી, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા વિદેશી મુસ્લિમ આક્રમણકારોએ તેમને તલવાર હેઠળ અથવા દબાણ હેઠળ મુસ્લિમ બનાવ્યા હતા, બળજબરીથી ધર્માંતરણને કારણે તેમને તેમનો હિન્દુ ધર્મ છોડી દેવાની ફરજ પડી હતી. આવા સંજોગોમાં હિન્દુઓને નીચા દેખાડવા, મનોબળ તોડવા અને નવા નવા મુસ્લિમ બનેલા લોકોને ધાર્મિક રીતે ચુસ્ત બનાવવા અને હિન્દુ ધર્મથી વિખૂટા પડવા માટે તમામ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.

સંઘના વડાએ જે કીધું તેનો ઐતિહાસિક આધાર પણ છે. 1669માં જ્યારે ઔરંગઝેબના સમયે કાશી વિશ્વનાથ સહિત તમામ હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા, ત્યારે તેનું મુખ્ય કારણ એ હતું કે હિન્દુમાંથી નવા નવા મુસ્લિમ બનેલા લોકોની આસ્થા હિન્દુ ધર્મના પ્રતીકો, પરંપરા અને ઉપદેશો અને પૂજાની પદ્ધતિઓમાં આસ્થા ઓછી થઈ નહોતી.

મુસ્લિમો પણ શિક્ષણ મેળવવા માટે ગુરુકુળોમાં જતા હતા, સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા, પવિત્ર સરોવરોમાં સ્નાન કરતા હતા, શીતળામાતાની પૂજા કરતા હતા. ઔરંગઝેબ જેવા કટ્ટર શાસકને લાગતું હતું કે, જો આવી જ સ્થિતિ રહી તો તલવાર કે જઝિયા કર ન ભરી શકવાને કારણે નવા નવા મુસ્લિમ બનેલા આ લોકો ફરી હિન્દુ બની શકે છે અથવા તો નામના મુસ્લિમ રહી શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર હિન્દુસ્તાનને ઈસ્લામ હેઠળ લાવવાનું ઔરંગઝેબનું સપનું કેવી રીતે પૂરું થઈ શકે. આ કટ્ટર વિચારસરણી હેઠળ તેણે બધાં મંદિરો તોડી નાખ્યાં, પાઠશાળાઓ ધ્વસ્ત કરી, જઝિયા કરની વસુલાત વધુ કડક બનાવી, જેથી હિન્દુ રહેવું મુશ્કેલ બની જાય અને નવા મુસ્લિમોને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાના ફાયદા અને ફરીથી હિંદુ ધર્મ અપનાવવાના ગેરફાયદા દેખાય.

મોહન ભાગવત


મજબૂરીમાં મુસ્લિમ બનેલા આવા લોકો માટે ભાગવતે ઘર વાપસીનો વિકલ્પ પણ રાખ્યો હતો અને આવું કરનાર લોકોને ખુલ્લા દિલથી અપનાવવામાં આવે તેવી હિન્દુઓને અપીલ કરી હતી. ઈસ્લામમાં રહેવા માંગતા લોકોને પણ તેમણે સલાહ આપી હતી કે તેઓ ભારતીયતાની મૂળભૂત તત્વને જકડી રાખે. આ સંદર્ભમાં તેમણે વિદેશી ધરતીના આક્રમણકારીઓ દ્વારા લાદવામાં આવેલી જીવનશૈલી અને પહેરવેશનો અમલ કરવાની મજબૂરી નહીં, પરંતુ જૂની જીવનશૈલી, વસ્ત્રો જાળવવા પર ભાર મૂક્યો હતો.

આમ જોવામાં આવે તો ભાગવત જે કહી રહ્યા છે, તેના પર વિશ્વાસ કરવામાં કટ્ટરપંથી મૌલાનાઓ કે મુસ્લિમ નેતાઓને પોતાની દુકાનો બંધ થતી જોવા મળી શકે છે, પરંતુ વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ આનું એક મોટું ઉદાહરણ છે. ઈસ્લામ ધર્મનો અંગીકાર કરવા છતાં ઈન્ડોનેશિયાના લોકો પોતાના વારસા અને સંસ્કૃતિને ભૂલ્યા નથી. તેમના નામ આજે પણ હિન્દુ છે, રામાયણ બેલે આખા ઇન્ડોનેશિયામાં થાય છે, બાલી સહિત તમામ જગ્યાએ હિન્દુ મંદિરો બનેલા છે, તેમની રાષ્ટ્રીય એરલાઇન્સનું નામ આજે પણ ગરુડ છે. તેમજ મોટા નેતાઓના નામ મેઘાવતી અને સુકર્ણ જેવા હોય છે.

આ પણ વાંચોઃ-પોતાના ક્ષેત્રનો કેવી રીતે કરે વિકાસ, પીએમ મોદી પાસેથી શીખે જન પ્રતિનિધિ

ઇસ્લામ સ્વીકારવાની સાથે સાથે તેણે નામથી લઈ ડ્રેસને અરબી કરી નાખ્યું હોય એવું નથી. પાયજામાના પાયચાને ઘૂંટીની ઉપર રાખવા કે હિજાબ માટે જોર આપવું એ આ માનસિકતાનું સૂચક છે. એક તરફ ખુદ સાઉદી અરેબિયા જેવો દેશ પોતાની છબી સુધારવા માટે હિજાબ વગર રહેલી મહિલાઓની વિમાનની ટુકડીઓની તસવીરો આખી દુનિયાને બતાવી રહ્યો છે, ત્યારે ભારતમાં આવું બની રહ્યું છે.

જ્ઞાનવાપીની વાત કરીએ તો ભાગવત સહિત સમગ્ર સંઘ પરિવારનું માનવું છે કે, હિન્દુઓમાં અયોધ્યા કે મથુરાનો જે દરજ્જો છે, તેવી જ રીતે તે પણ હિન્દુઓની આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. આ મુદ્દાઓ વાટાઘાટો અથવા કાનૂની રીતે હલ કરવા જોઈએ. આ મુદ્દામાં સંઘ ડાયરેકટ સંકળાયેલો હોવાનો સવાલ હોય તો, યાદ રાખવું કે, સંઘે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે રામ જન્મભૂમિનું આંદોલન ઐતિહાસિક રીતે શરૂ થયું હતું, જેમાં સંઘ લોક લાગણીને ધ્યાનમાં રાખીને વિહિપના માધ્યમથી તેમાં જોડાયો હતો. જ્ઞાનવાપી અને મથુરા કૃષ્ણ મંદિર માટે થઈ રહેલા આંદોલનોમાં સંઘે જોડાવાની જરૂર નથી, કારણ કે હિન્દુ સમાજ પોતે જ તેની ચિંતા કરી શકે છે, તે ખૂબ જાગૃત થઈ ગયો છે.

મોહન ભાગવત


તમામ મસ્જિદોના અસ્તિત્વ પરના સવાલની વાત છે, તો તે અંગે સંઘની વિચારસરણી એ છે કે, દરેક ધાર્મિક સ્થળે વિવાદ ઊભો કરવાનો કોઈ અર્થ નથી. જે મહત્ત્વના છે, શ્રદ્ધાનાં મોટાં મોટાં કેન્દ્રો છે, તેના પર ધ્યાન આપવું જ જોઈએ, પરંતુ માત્ર વિવાદ ઊભો કરવા માટે વિવાદ કરવો હિતાવહ નથી. આનો અર્થ એ નથી કે જ્ઞાનવાપી અને મથુરાના કિસ્સામાં સંઘને કોઈ રસ નથી અથવા તે આ કરી રહેલા લોકોની ટીકા કરે છે. સંઘનું ધ્યાન માત્ર એ વાત પર છે કે મહત્ત્વના મુદ્દાઓ, સાઇટ્સ પર તો બરાબર છે, પરંતુ દરેક જગ્યાએ બિનજરૂરી વિવાદ થઈ શકે નહીં.

આ પણ વાંચોઃ-Opinion: ઈતિહાસમાંથી શીખો ચન્ની, જેણે પણ મોદીની સુરક્ષા સાથે છેડછાડ કરી, તેને નુકસાન થયું!

આમ પણ દરેક માણસ માટે કોર્ટનો દરવાજો ખુલ્લો છે. જ્ઞાનવાપી અને મથુરા સિવાય જો અન્ય કોઈ પુરાવા હોય અને જો કોર્ટ તેને સાચા માને તો લોકો કોર્ટનો દરવાજો ખખડાવશે જ, સંઘ આવા લોકોનો વિરોધ નહીં કરે. માત્ર એક જ વાત છે કે એક સાથે હજારો કેસ ઊભા કરવાથી વિવાદ એક સાથે ઉકેલાવાનો નથી, એ સહેલું પણ નથી. આ વિવાદોને કારણે ભારતના વિશ્વગુરુ બનવાના માર્ગમાં અવરોધ ન આવવો જોઈએ.

આંતરિક શાંતિ હશે તો જ ભારત મજબૂત બનશે, તમામ પંથના લોકો સાથે મળીને ભારતના મૂળભૂત સંસ્કારો સાથે તેને આગળ વધારવાનું કામ કરશે. આ સંઘની વિચારસરણી છે, જેને ભાગવત અવાજ આપી રહ્યા છે, તેમના વક્તવ્યમાં તેનાથી વધારે કંઈ વાંચવાની જરૂર નથી. માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમ હિતો વિશે જ ચિંતન કરતા જોવા મળતા અને ભાગવત જેવો સમાવેશી ભાવ ન રાખનાર જમિયત ઉલેમા-એ-હિન્દ જેવા ધાર્મિક સંગઠનો અને શશી થરૂર જેવા બૌદ્ધિકોએ પણ આમાંથી શીખવાની જરૂર છે.
Published by:ankit patel
First published:

Tags: Brajesh kumar singh, Brajesh Kumar Singh Blog, Mohan bhagwat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन