લાડી માટે આજીજી! મોહમ્મદ શરીફે સરકારી કચેરીમાં જઈને પત્ની માટે કરી ગુહાર
પત્ની માટે કરી ગુહાર
Uttar Pradesh:ઉત્તર પ્રદેશમાં એક અજીબ ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના સામલીમાં મોહમ્મદ શરીફ પોતાની એક અનોખી અરજ લઈને સરકારી કચેરીએ પહોચ્યા હતા. આંખમાં આસું સાથે તેઓ જિલ્લા કચેરીએ જઈ પોતાના માટે પત્નીની ગુહાર કરી છે.
નવી દિલ્હી: સામાન્ય રીતે સરકારી કચેરીમાં લોકો સરકારી લાભ મેળવવા માટે જતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક અજીબ ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના સામલીમાં મોહમ્મદ શરીફ પોતાની એક અનોખી અરજ લઈને સરકારી કચેરીએ પહોચ્યા હતા. થોડા સમય પહેલા મોહમ્મદે સરકાર પાસે રહેવા માટે ઘરની માગણી કરી હતી. જેથી જિલ્લા પ્રશાસને તેમને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ હવે તેઓ પોતના માટે એક અજીબ ખ્વાહીસ લઈને સરકારી કચેરીએ પહોચ્યા છે.
જિલ્લા કચેરીમાં કરી પત્ની માટે ગુહાર
આંખમાં આસું સાથે તેમણે જિલ્લા કચેરીએ જઈ પોતાના માટે પત્નીની ગુહાર કરી છે. સરકારે તેમને ઘરની વ્યવસ્થા કરી આપી તો હવે તેઓ પોતાની લગ્ન કરાવવા માટે સરકારી કચેરીમાં અરજી કરવા માટે પહોચ્યા છે. મોહમ્મદનો કુદરતી રીતે શરીરનો વિકાસ થયો નથી અને તેઓ કામ કરવા માટે પણ સક્ષમ નથી. જેથી પોતાના માટે સાથ શોધી રહ્યા છે.
મોહમ્મદે સરકારી કચેરીમાં જઈને પ્રશાસનને રડતા રડતા લગ્ન માટે આજીજી કરી હતી. કહેવાય છે કે, એક ઉંમર પછી વ્યક્તિને પોતાનો ખાલીપો કરડવા લાગે છે. ત્યારે તેમણે સરકારી કરેચીમાં પત્ની માટે ગુહાર કરી છે. તેમણે કહ્યુ કે, સરકારે ઘર તો આપ્યું પરંતુ હવે ઘરવાળી ગોતી આપો. જિલ્લા પ્રશાસન તેમની પ્રાર્થનાપ્રત્રને EDM સુધી પહોચડશે. મોહમ્મદે જિલ્લા અધિકારીને પોતાની તમામ ડોક્યુમેન્ટ આપ્યા અને બે હાથ જોડીને પત્ની માટે આજીજી કરી હતી.
આ પહેલા પણ ઘણા લોકોએ સરકારી કચેરીઓમાં જઈને પોતાની માગણીઓ કરી છે. પરંતુ મોહમ્મદની માંગ કઈક અલગ જ પ્રકારની છે. ઉલ્લેખનીય છે કે, પોતાની શારીરિક વિકાસ ન થતા અને કામ કરવામાં સક્ષમ હોવાથી તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, જેથી મોહમ્મદ હવે સરકાર કચેરીમાં જઈને પત્ની માટે આજીજી કરી રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર