કાર સાથે ટક્કર થતાં સાઇકલ સવાર ઉછળીને છત પર પડતાં મોત, ડ્રાઇવર લાશને લઈને 10 KM ફરતો રહ્યો

અકસ્માત કરીને કારની છત પર લાશ લઈને શખ્સે પાર કર્યા 13 ક્રોસિંગ, કોઈની નજર ન પડી!

અકસ્માત કરીને કારની છત પર લાશ લઈને શખ્સે પાર કર્યા 13 ક્રોસિંગ, કોઈની નજર ન પડી!

  • Share this:
    મનોજ રાઠી, ચંદીગઢ. ચંદીગઢ (Chandigarh)ની પાસે આવેલા મોહાલી (Mohali)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ઓવરસ્પીડ કારે સાઇકલ સવાર (Car Cycle Acciden)ને જોરદાર ટક્કર મારી. ટક્કરના કારણે સાઇકલ સવાર ઉછળીને કારની છત પર જઈને પડ્યો. કાર ચાલકે આ દરમિયાન કારને રોકવી યોગ્ય ન માની અને સાઇકલ સવારને કારની છત પર જ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ દરમિયાન સાઇકલ સવારનું છત પર જ મોત થઈ ચૂક્યું હતું. કારચાલક સાઇકલ સવારની લાશને કારની છત પર શહેરમાં 10 કિલોમીટર સુધી ફરતો રહ્યો.

    બાદમાં કારચાલક મૃતકની લાશને સન્ની એન્કલેવના શો રૂમની આગળ ફેંકીને ફરાર થઈ ગયો. કોઈ રસ્તે જનારા વ્યક્તિએ લાશને જોઈ તો તરત પોલીસને જાણ કરી. ડીએસપી રૂપિંદરદીપ કૌર સોહી ઘટનાસ્થળે પહોંચી અને આસપાસમાં લગાવેલા કેમેરાની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે કારચાલક જ તેને ફેંકીને ગયો છે.

    આ પણ જુઓ, PHOTOS: બાળકોની જીદ પર છત પર બનાવ્યું 35 ફુટ લાંબું પ્લેન, અંદર છે આવી સુવિધાઓ

    આરોપીની ધરપકડ કરી કારને જપ્ત કરી

    પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ એરોસિટી બ્લોકમાં રહેત 35 વર્ષીય યોગેન્દ્ર મંડળના રૂપમાં થઈ છે. જ્યારે ટક્કર મારનારા કાર ચાલકની ઓળખ ખમાણો નિવાસી નિર્મલ સિંહના રુપમાં થઈ છે. પોલીસે આઇપીસીની કલમ 279, 427, 304A અને 201 હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી ગાડીને કબજામાં લઈ લીધી છે.

    આ પણ જુઓ, OMG VIDEO: મહિલાની ઉપરથી પસાર થઈ ટ્રેન, છતાં થયો આબાદ બચાવ

    ગાડીને ઓવરટેક કરતી વખતે મારી ટક્કર

    નોંધનીય છે કે, બુધવાર સવારે લગભગ 6 વાગ્યે કાર ચાલક નિર્મલ સિંહે જીરકપુર તરફથી ઓવરસ્પીડ આવી રહ્યો હતો. બીજી તરફ ફેઝ-5માં કામ કરનારા યોગેન્દ્ર મંડળ ડ્યૂટી માટે સાઇકલ પર રવાના થયો હતો. એરોસિટીની પાસે આરોપી કાર ચાલકે એક ગાડીને ઓવરટેક કરવાના ચક્કરમાં સાઇકલને ટક્કર મારી દીધી. યોગેન્ર્ળ હવામાં ઉછળીને પહેલા ગાડીના બોનોટ પર પડ્યો અને બાદમાં ગાડીની છત પર જઈને પટકાયો.
    Published by:Mrunal Bhojak
    First published: