પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો, કોઇ જાનહાની નહીં
પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો, કોઇ જાનહાની નહીં
મોહાલીમાં પોલીસનાં ઇન્ટલિજન્સ એજન્સીની ઓફિસ પર સોમવારે મોડી રાત્રે રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો થયો (Photo- ANI)
Mohali Bomb Blast News: મોહાલી પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, 'સાંજે 7.45 વાગ્યે સેક્ટર 77, એસએએસ નગરમાં પંજાબ પોલીસની (Punjab Police) ઇન્ટેલિજન્સ એજન્સીની ઓફિસનાં (Headquarter) પરિસરમાં એક સામાન્ય વિસ્ફોટની સૂચના મળી છે. જેમાં કોઇ નુક્સાન નથી. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર છે અને કેસની તપાસ ચાલુ છે.'
ચંદીગઢ: પંજાબનાં મોહાલીમાં પોલીસે ઇન્ટેલિજન્સ એજન્સીની (Punjab Police Headquarter)ઓફિસમાં સોમવારે રાત્રે રોકેટ ચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો છે, જેથી બિલ્ડિંગની (Mohali Bomb Blast News) પહેલાં માળની બારીનો કાંચ તુટી ગયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમજ આ વિસ્ફોટમાં કોઇ ઘાયલ થયુ નથી. રાજકીય દળોએ તેને 'ચિંતાજનક' અને 'ચોકાવનારું' ઠેરવ્યું છે. આ ધડાકો સોમવારે સાંજે આશરે 7.45 વાગ્યે મોહાલીનાં સેક્ટર 77 સ્થિત કાર્યાલયમમાં થયો હતો. આ ધડાકામાં પહેલાં માળની બારીનો કાંચ તુટી ગયો હતો.
મોહાલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સાંજે 7.45 વાગ્યે SAS નગરના સેક્ટર 77માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરના પરિસરમાં એક નાનો વિસ્ફોટ થયો હતો. કોઈ નુકસાનના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે." પોલીસે વિસ્તારને કોર્ડન કરીને એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, 'ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં સામાન્ય બ્લાસ્ટ થયો છે જેની તપાસ ચાલુ છે. અમારા વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે છે.'
Punjab | Morning visuals from outside Punjab Police Intelligence headquarters in sector 77, SAS Nagar where an explosion took place yesterday evening, May 9
"વિસ્ફોટ રોકેટ છોડવાં જેવો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.” તેમણે જણાવ્યું કે ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ આતંકવાદી હુમલો હતો તો તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે. ચંદીગઢ પોલીસની રેપિડ રિસ્પોન્સ ટીમ પણ ઈન્ટેલિજન્સ ઓફિસ બિલ્ડિંગ પાસે તૈનાત કરવામાં આવી હતી. પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે જણાવ્યું કે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
24 એપ્રિલના રોજ ચંદીગઢની બુરૈલ જેલ પાસે વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યા બાદ વિસ્ફોટ થયો હતો. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે વિસ્ફોટ પર આઘાત વ્યક્ત કર્યો હતો અને મુખ્ય પ્રધાન ભગવંત માનને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી. સિંહે ટ્વીટ કર્યું છે. મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટ હેડક્વાર્ટર કોમ્પ્લેક્સમાં બ્લાસ્ટ વિશે સાંભળીને આઘાત લાગ્યો. સદનસીબે કોઈને ઈજા થઈ નથી. અમારા પોલીસ દળ પરનો આ હુમલો ખૂબ જ ચિંતાજનક છે અને હું મુખ્ય પ્રધાન ભગવંત માનને વિનંતી કરું છું કે ગુનેગારોને વહેલી તકે ન્યાય મળે."
આ સિવાય શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે કહ્યું કે તેઓ બ્લાસ્ટથી ચોંકી ગયા છે. તેણે ટ્વીટ કર્યું, “પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ બ્યુરો હેડક્વાર્ટર, મોહાલીમાં થયેલા વિસ્ફોટથી આઘાત લાગ્યો. આનાથી ફરી એકવાર પંજાબમાં સુરક્ષાની ગંભીર ખામી અને કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે આવી છે. જવાબદારોને બહાર લાવવા અને સજા કરવા માટે સંપૂર્ણ તપાસની જરૂર છે."
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર