ચંદીગઢ : પંજાબના મોગામાં (Moga)એક યુવકે પોતાની પત્નીને કેનેડા (Canada)મોકલવા માટે 31 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લગ્નના ત્રણ દિવસ પછી દુલ્હનને કેનેડા મોકલવામાં આવી હતી. જોકે ત્યાં પહોંચતા જ તેના તેવર બદલાઈ ગયા હતા. દસ દિવસ પછી જ્યારે તેના પતિએ ફોન કર્યો તો જવાબમાં પત્નીએ કહ્યું કે જો ફરીથી ફોન કરીશ તો તેની સામે કેસ કરી નાખશે. આ કારણે યુવકે ઠગાઈના મામલે પત્ની, સાસુ, સસરા, મામા સસુર, માસી સાસુ અને મામાની સાળી સામે કેસ નોંધાવ્યો છે.
આ મામલામાં પીડિત યુવકે મોગાના બધનીકલા સ્ટેશનમાં 11 માર્ચ 2020ના રોજ લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે હવે 11 મહિના પછી આ મામલાની એફઆઈઆર નોંધી છે. પત્નીને છોડીને બધા દેશમાં છે છતા આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. પીડિત દેવિંદર સિંહ દૌધર સરકી ગામનો રહેવાસી છે. તપાસ અધિકારી સહાયક થાનેદાર પ્રીતમ સિંહે જણાવ્યું કે દવિંદર સિંહના લગ્ન લુધિયાનાના મંડિયાની ગામની હરજશનપ્રીત કૌર સાથે ઓગસ્ટ 2018માં થયા હતા.
પીડિતે ફરિયાદમાં કહ્યું છે કે દવિંદરના માસી-માસાએ તેના ગામ મડિયાણીની હરજશનપ્રીત વિશે બતાવ્યું હતું કે તે આઈઈએલટીએસ પાસ (IELTS Exam)છે અને સ્ટડી માટે વિદેશ જવા માંગે છે. જો તે તેની સાથે લગ્ન કરશે તો તે પણ વિદેશમાં સેટલ થઈ જશે. જોકે દેવિંદરે લગ્નથી લઇને વિદેશ મોકલવાનો ખર્ચ ઉઠાવવો પડશે. દેવિંદર આ માટે તૈયાર થયો હતો અને તેણે પત્નીને કેનેડા મોકલવા માટે 31 લાખ ખર્ચી નાખ્યા હતા.
ઠગાઈનો શિકાર થયેલા દેવિંદરે જણાવ્યું કે પત્નીને ફોન કર્યા પછી જ્યારે તે પોતાના સાસરીયામાં ગયો તો ત્યાં પણ તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ પત્નીએ પણ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પછી પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે પોલીસે પણ 11 મહિના પછી કેસ કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર