Home /News /national-international /

મોદીરાજમાં સ્વિસ બેંકમાં ભારતીયોનાં કાળાં નાણાંમાં 80 ટકાનો ઘટાડોઃ BIS

મોદીરાજમાં સ્વિસ બેંકમાં ભારતીયોનાં કાળાં નાણાંમાં 80 ટકાનો ઘટાડોઃ BIS

મોદીરાજમાં સ્વિસ બેંકમાં ભારતીયોનાં કાળાં નાણાંમાં 80 ટકાનો ઘટાડો

મોદીરાજમાં સ્વિસ બેંકમાં ભારતીયોનાં કાળાં નાણાંમાં 80 ટકાનો ઘટાડો

    ભારતીયોનાં જમા થયેલાં નાણાંમાં 50 ટકાથી વધુના વધારા વિશે સ્વિસ બેંક દ્વારા મહત્ત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે આ બેંકમાં જમા થયેલાં બધાં રૂપિયા કાળાં નાણાં નથી.. સ્વિસ બેંકના BIS તરફથી આંકડા રજૂ કર્યા મુજબ, 2017માં કાળાં નાણાંમાં 34.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેણે જણાવ્યું હતું કે એનડીએ રાજમાં કાળાં નાણાંમાં 80 ટકા જેટલો ઘટાડો થયો છે.

    સ્વિસ બેંકના BISએ જણાવ્યું હતું કે નોન-બેંક લોન અને ડિપોઝિટ્સમાં ઘટાડો નોંધાયો છે. બેંકના જણાવ્યા મુજબ, 2016માં નોન-બેંક લોનનો આંકડો જ્યાં 80 કરોડ ડોલર હતો, એ વર્ષ 2017માં ઘટીને 52.4 કરોડ ડોલર આવ્યો છે.

    બેંકે જણાવ્યું હતું કે એનડીએના રાજમાં સ્વિસ નોન-બેંક લોન અને ડિપોઝિટ્સમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. 2013થી 2017 દરમિયાન આમાં 80 ટકાનો ઘટાડો થયો છે. સ્વિસ બેંકની આ સફાઈ એ મીડિયા રિપોર્ટ્સ પછી આવી, જેમાં જણાવાયું હતું કે સ્વિસ બેંકમાં ભારતીયોની રકમમાં 50 ટકાનો વધારો નોંધાયો.

    આને લઈને બીઆઇએસે જણાવ્યું હતું કે આ માહિતી સામાન્ય રીતે ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, કારણ કે એમાં અનેક લેવડ-દેવડનો પણ સમાવેશ થાય છે. બેંકના જણાવ્યા મુજબ, અહીં જમા રકમમાં નોન-ડિપોઝિટ લાયેબિલિટીઝ, ભારતમાં આવેલી સ્વિસ બેંકોની શાખાઓનો વ્યવસાયનો સમાવેશ થાય છે. આમાં બેંકોના સ્તરે થયેલી લેવડ-દેવડ પણ હોય છે. આ સિવાય જમા થયેલી રકમમાં દેવું-લાયેબિલિટીઝ પણ સામેલ છે.

    બેંકના સ્વિસ એમ્બેસેડર એન્ડ્રિયાસ બોમ તરફથી નાણાપ્રધાન પીયૂષ ગોયલને લખેલા પત્ર દ્વારા માહિતી પણ આપવામાં આવી છે. બેંકે પત્રમાં જણાવ્યું હતું કે મોટા ભાગના એવું સમજે છે કે સ્વિસ બેંકમા ભારતીયોના જે પૈસા છે એ કાળાં નાણાં છે. પત્રમાં એવું પણ જણાવાયું છે કે સ્વિસ બેંકોમાં નાણાં જમા કરાવનારાની માહિતી બેંક ઓફ સેટલમેન્ટ (BIS)તરફથી ભેગી કરવામાં આવી રહી છે.

    નાણાપ્રધાન પીયૂષ ગોયેલે પણ સ્વિસ બેંકોના આંકડાઓનો રાજ્યસભામાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વિસ બેંકોમાં ભારતીયોનાં નાણાં દુનિયાના અલગ અલગ ભાગોમાંથી જમા થાય છે. આમાં બધાં પૈસા કાળાં નાણાં નથી હોતાં.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં સ્વિસ બેંકમાં ભારતીયોનાં જમા થયેલાં નાણાંને લઈ રજૂ કરવામાં આવેલા આંકડોને લઈ પૂછ્યું છે. તેમની તરફથી મને લેખિતમાં જવાબ મળ્યો છે. આમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે પણ સ્વિસ બેંકોમાં જમા થયેલાં ભારતીયોનાં નાણાં વિશે વાત આવે છે ત્યારે મીડિયા એને કાળાં નાણાં અથવા જાહેર ન કરેલી આવકરૂપે રજૂ કરે છે.

    પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે સ્વિસ બેંકે સંબંધિત લોકોને કહ્યું હતું કે જો તમારે સ્વિસ બેંકોમાં ભારતીયોનાં કેટલાં નાણાં જમા છે એ જાણવું હોય તો આ લોકેશનલ બેંકિંગ સ્ટેટિક્સ દ્વારા તમે શોધી શકો છો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: કાળુ નાણું

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन