Home /News /national-international /

સંન્યાસ લેવાના સવાલ પર મોદીએ અક્ષય કુમારને શું આપ્યો જવાબ

સંન્યાસ લેવાના સવાલ પર મોદીએ અક્ષય કુમારને શું આપ્યો જવાબ

અક્ષય સાથે નરેન્દ્ર મોદી

"હું તમને પણ ફોલો કરૂ છું, તેમને પણ ફોલો કરું છું. ટ્વિટરના કારણે ટ્વિન્કલજીનો ગુસ્સો મારા પર નીકળી જાય છે."

    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે દિલની વાત કરી હતી. એક કલાકના ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રાજકારણને બાજુમાં રાખીને પોતાના અંગત જીવનના અનેક રહસ્યો ખોલ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે સંન્યાસને લઈને સવાલનો પણ જવાબ આપ્યો હતો.

    સવાલ : સંન્યાસ ક્યારે લેશો?

    જવાબ : એક દિવસ પક્ષના નેતાઓ વચ્ચે બેઠક હતી. બેઠકમાં અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયાજી અને પ્રમોદ મહાજન હાજર હતા. આ બેઠકમાં સૌથી નાનો હું હતો. આ સમયે નિવૃત્તિ પછી શું કરવું તેની વાતચીત ચાલી રહી હતી. આ સમયે મેં કહ્યું કે, જવાબદારી જ મારૂ જીવન છે, મને કલ્પના પણ નથી થતી કે મારે કોઈ દિવસ નિવૃત થવાની જરૂર પડશે. જીવનનો કણકણ કોઈ મિશનમાં વ્યક્ત કરવો પડશે."

    સવાલ : સૌથી વધુ કિંમતી કઈ બાબત લઈને દિલ્હી આવ્યા?

    જવાબ : વડાપ્રધાન બનતા સમયે મને જે ફાયદો મળ્યો છે તે અન્ય કોઈ વડાપ્રધાનને નથી નથી મળ્યો. હું ગુજરાતમાં સૌથી વધુ શાસન કરનારો સીએમ હતો. મુદ્દા સીધા આવે છે તેનું સમાધાન પણ સીધું હોય છે. અગાઉના કોઈ વડાપ્રધાનને આવો ફાયદો નથી મળ્યો. દેશની સેવા કરવા માટે મને ખૂબ મોટી તાકાત મળી છે.

    સવાલ : તમે સોશિયલ મીડિયા જાતે વાપરો છો?

    જવાબ : હું તમને પણ ફોલો કરૂ છું. ટ્વિટરના કારણે ટ્વિન્કલજીનો ગુસ્સો મારા પર નીકળી જાય છે. ટ્વિન્કલજીના નાનાને હું મળેલો છું, તે તમને ખબર નહીં હોય. હું તેમને સુરેન્દ્રનગરમાં મળ્યો હતો. અમે છાશ કેન્દ્રો શરૂ કર્યા હતા. હું સેવાના કામમાં લાગેલો હતો ત્યારે ચુનીભાઈને મળ્યો હતો.

    સવાલ : સોશિયલ મીડિયા પર મીમ્સ જોવ છો? તમને ગુસ્સો આવે છે?

    જવાબ : આ મીમ્સ જોઈને હું આનંદ લઉ છું. હું મારી જાતને ઓછો જોવ છું પરંતુ તેમાં ક્રિએટિવિટી જાણું છું. હું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની માનસિકતા જાણી લઉ છું. હું સોશિલય મીડિયામાંથી માહોલ જાણી લઉ છું. અમુક લોકો જાણી જોઈને તમને હેરાન કરવા માંગે છે પરંતુ તને એને રિએક્ટ ન કરો તો તે અકળાઈ જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: અક્ષય કુમાર, નરેન્દ્ર મોદી, પીએમ, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन