Home /News /national-international /PM મોદી બોલ્યા- વર્ષે એક બે કુર્તા અને બંગાળી મીઠાઈ મોકલે છે મમતા બેનરજી

PM મોદી બોલ્યા- વર્ષે એક બે કુર્તા અને બંગાળી મીઠાઈ મોકલે છે મમતા બેનરજી

અક્ષય કુમાર સાથે પીએમ મોદી

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વર્ષમાં 3-4 વખત ઢાકાથી મીઠાઈ મોકલે છે. : પીએમ મોદી

ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે ખાસ ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલી અને ખાનગી વાતો શેર કરી હતી. રાજનીતિ અને દેશની અંગે વાતો કરવાના બદલે વડાપ્રધાને પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો કરી હતી.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને લઈને પીએમ મોદીએ કહ્યુ કે, મમતા દીદી આજે પણ વર્ષે એક બે કૂર્તા મારા માટે મોકલે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વર્ષમાં 3-4 વખત ઢાકાથી મીઠાઈ મોકલે છે. મમતા દીદીને માલુમ પડ્યું તો તેઓ પણ વર્ષમા એક બે વખત મીઠાઈ મોકલે છે.

પીએમ મોદીએ ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યો જોક

અક્ષય સાથેની મુલાકાત દરમિયાન મોદીએ રમજી ટૂચકો સંભળાવતા કહ્યું કે, "અમારે ત્યાં એક ટૂચકો ચાલે છે. એક વખત સ્ટેશન પર ટ્રેન આવી તો ઉપર ઊંઘી રહેલા યાત્રીએ પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? તો નીચેના યાત્રીએ કહ્યું કે ચાર આના આપશો તો કહીશ. પેલો યાત્રી બોલ્યો ભાઈ કહેવાની જરૂર નથી, હું સમજી ગયો કો અમદાવાદ આવી ગયું છે."

વડાપ્રધાન બનાવાનું વિચાર્યું ન હતું : મોદી

મોદીએ જણાવ્યું કે, "ક્યારેય મારા દિમાગમાં વડાપ્રધાન બનાવાનો વિચાર આવ્યો ન હતો. કારણ કે સામાન્ય લોકોના મનમાં આવો વિચાર આવે જ નહીં. જે પ્રમાણે મારા પરિવરાની સ્થિતિ હતી તેનાથી મને કોઈ નાની નોકરી મળી જતી તો મારી માતા આખા ગામનું મોઢું મીઠું કરાવતી હતી."
First published:

Tags: અક્ષય કુમાર, નરેન્દ્ર મોદી, બોલીવુડ