Home /News /national-international /અમિત શાહની સામે જ BJPના સાંસદ બોલ્યા, મોદી દેશને બર્બાદ કરી દેશે

અમિત શાહની સામે જ BJPના સાંસદ બોલ્યા, મોદી દેશને બર્બાદ કરી દેશે

    કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમ્યાન એકવાર ફરી બીજેપી માટે પોતાના જ સાંસદ પ્રહલાદ જોશી મુસીબત બની ગયા. સાંસદ પ્રહલાદ જોશીએ અધ્યક્ષ અમિત શાહના ભાષણને હિંદીમાંથી કન્નડમાં ટ્રાંસલેટ કરતા ગોટાળો કરી દીધો. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણમાં સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સિદ્ધારમૈયા સરકાર કર્ણાટકમાં વિકાસ નથી કરી શકતી. તમે લોકો મોદીજી પર વિશ્વાસ કરી યેદિયુરપ્પાને વોટ આપજો. અમે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવીને દેખાડીશું.

    પરંતુ અમિત શાહના આ નિવેદન પર બબાલ ત્યારે થઈ જ્યારે બીજેપી સાંસદ પ્રહલાદ જોશીએ કન્નડમાં તેનું ખોટું ટ્રાંસલેશન કર્યું, પ્રહલાદ જોશીએ ટ્રાંસલેશન કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી ગરીબ, દલિત અને પછાત વર્ગના લોકો માટે કઈં જ નહીં કરે. તે દેશને બર્બાદ કરી દેશે, તમે તેમને મત આપજો.

    આવું પહેલીવાર નથી થયું, કે ખોટા ટ્રાંસલેશનના કારણે બીજેપીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણ દરમ્યાન ભૂલમાંથી યેદિયુરપ્પાને જ ભ્રષ્ટાચારમાં નંબર વન કહી દીધા હતા. ગત મંગળવારે દેવનગરીના ભાષણમાં અમિત શાહે કહ્યું હતું કે, જો ભ્રષ્ટાચારની પ્રતિયોગીતા કરવામાં આવે તો, યેદિયુરપ્પાની સરકાર નંબર વન પોઝિસન પર આવશે. બાદમાં પોતાની ભૂલ સુધારી અમિત શાહે કહ્યું કે, અરે સિદ્ધારમૈયાની સરકાર ભ્રષ્ટાચારમાં નંબર વન આવશે.

    તે દિવસે અમિત શાહ પાસે બેઠેલા સાંસદ પ્રહલાદ જોશીએ અમિત શાહની ભૂલને તૂરંત ટોકી હતી અને આ નિવેદન બાદ સાથે જ બેઠેલા યેદિયુરપ્પાનો ચહેરો પણ ઉતરી ગયો હતો.

    બીજેપીની મુશ્કેલીને વધારવામાં કોંગ્રેસે થોડું પણ મોડુ ન કર્યું અને બીજેપીના અમિત શાહની લપસતી જીબ અને બીજેપીના સાંસદ પ્રહલાદ જોશીના ખોટા ટ્રાંસલેશનવાળા બંને વીડિયોને તુરંત સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.

    ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ગત મંગળવારે કર્ણાટક ચૂંટમીની તારીખ જાહેર કરી દીધી છે, જે પ્રમાણે કર્ણાટકમાં 12 મેના રોજ ચૂંટણી યોજાશે અને 15 મેના રોજ મતગમતરી થશે. કર્ણાટકની ચૂંટણી બીજેપી, કોંગ્રેસ અને જોડીએસ વચ્ચે ખરાખરીના જંગ વચ્ચે યોજાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Again, Country, તારાજી, ભાજપ, મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन