મોદીના પ્રવાસને લઈને આરબમાં ઉત્સાહ, 'મોદીમય' બન્યું UAEનું અખબાર

અહીંના વર્તમાનપત્રોએ પણ મોદીના પ્રવાસને બંને દેશ વચ્ચે દ્વિપક્ષિય સંબંધોને માટે મહત્વનો ગણાવ્યો છે.

News18 Gujarati
Updated: February 10, 2018, 3:28 PM IST
મોદીના પ્રવાસને લઈને આરબમાં ઉત્સાહ, 'મોદીમય' બન્યું UAEનું અખબાર
2015નો મોદીનો યુએઈ પ્રવાસ
News18 Gujarati
Updated: February 10, 2018, 3:28 PM IST
વડાપ્રધાન મોદી શનિવારે સાંજે બે દિવસની યુએઈની યાત્રા પર અબૂ ધાબી પહોંચશે. મોદીની મુલાકાતને લઈને યુએઈમાં રહેતા ભારતીય વેપારીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુએઈના તમામ વર્તમાનપત્રોમાં પણ મોદી છવાયેલા છે. અહીંના વર્તમાનપત્રોએ પણ મોદીના પ્રવાસને બંને દેશ વચ્ચે દ્વિપક્ષિય સંબંધોને માટે મહત્વનો ગણાવ્યો છે.

યુએઈના વર્તમાનપત્ર ખલીઝ ટાઇમ્સે મોદીની મુલાકાતને લઈને વિગતે સમાચાર છાપ્યા છે. મોદીના પ્રવાસને વર્તમાનપત્રએ પ્રથમ પાને જગ્યા આપી છે. 'Old friends to strengthen ties' હેડલાઈન સાથે અખબારે લખ્યું છે કે પીએમ મોદીનો પ્રવાસ યુએઈ માટે શા માટે મહત્વપૂર્ણ છે?

વર્તમાનપત્રએ લખ્યું છે કે, 'રાજનીતિક, આર્થિક અને રણનીતિક ક્ષેત્રમાં ભારત અને યુએઈના મજબૂત દ્વિપક્ષિય સંબંધ છે. ચીન અને અમેરિકા પછી સંયુક્ત આરબ અમિરાત ભારતનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર દેશ છે. એવામાં મોદીની યાત્રાને બિઝનેસ અને આર્થિક ક્ષેત્રને એક ડગલું વધુ મજબૂત બનાવવાની દ્રષ્ટીથી જોવામાં આવી રહી છે. 

અખબારના પાના નંબર 6 અને 7 પર મોદીના પ્રવાસને લઈને વિસ્તારથી લેખ છાપવામાં આવ્યો છે. પીએમ મોદીના પ્રથમ યુએઇ પ્રવાસનો ઉલ્લેખ કરતા અખબારે લખ્યું છે કે, 'મોદીના બીજા યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો વધારે ગાઢ બનશે.' નોંધનીય છે કે અનેક ભારતીયો યુએઈમાં કામ કરે છે. એક અંદાજ પ્રમાણે 25થી 30 લાખ ભારતીયો અમિરાતમાં રહે છે અને તેના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે છે.

વર્તમાનપત્રએ પાના નંબર 6 અને 7 પર ભારતીય નેતાઓના યુએઇ પ્રવાસની તસવીરો છાપી છે. જેમાં ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, ડો. એપીજે એબ્દુલ કલામ, ડો. મનમોહન સિંઘ, પ્રતિભા દેવી સિંહ પાટિલ, પ્રણવ મુખરજીની તસવીરોનો સમાવેશ થાય છે. વર્તમાનપત્રએ યુએઈના રાષ્ટ્રપતિ ખલિફા બિન ઝાયદ અલ નહયાન સાથે મોદીની તસવીર છાપી છે, જેમાં સ્વાગત સંદેશ લખવામાં આવ્યો છે.

Loading...

કેવી હતો મોદીનો પ્રથમ યુએઈ પ્રવાસ?

પીએમ મોદી ઓગસ્ટ 2015માં યુએઈના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે અહીંના શીર્ષ નેતૃત્વ સાથે વેપાર, સુરક્ષા જેવા પરસ્પર સહકારના મુદ્દે વાતચીત કરી હતી. ત્યાંના ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. મોદી અબૂ ધાબીમાં શેખ ઝાયદ મસ્જિદમાં પણ ગયા હતા.

આ વખતે યુએઈ પ્રવાસ વખતે મોદીનું શું કાર્યક્રમ છે?

મોદી શનિવારે સાંજે પેલેસ્ટાઇનથી યુએઈ પહોંચી જશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે 12 કરાર થશે. બંને દેશ વચ્ચે નાણાકીય અને કુશળ વિકાસ જેવા ક્ષેત્રને લઈને કરાર થવાની પણ સંભાવના છે. વડાપ્રધાનની આ યાત્રા દરમિયાન રક્ષા, સુરક્ષા અને આતંકવાદ સામે લડાઈ જેવા મુદ્દે સહયોગ વધારવા પર સહમતિ બનશે.

અબૂ ધાબીમાં પ્રથમ મંદિરનું થશે ભૂમિ પૂજન

અબૂ ધાબીમાં મોદી રવિવારે ભારતીય સમાજને સંબોધન કરશે. સાથે જ વીડિયો કોન્ફરન્સથી અબૂ ધાબીમાં બની રહેલા પ્રથમ મંદિરનું શિલા પૂજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે યુએઈમાં બની રહેલા મંદિર અક્ષરધામ જેવું બનાવવામાં આવી રહ્યું છે.

આ માટે બની રહ્યું છે મંદિર

મોદી જ્યારે 2015માં યુએઈના પ્રવાસે આવ્યા હતા ત્યારે અહીં રહેતા ભારતીયોએ મંદિર બનાવવાની માંગણી કરી હતી. આ માટે હવે અહીં મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિર થોડું નાનું હશે, પરંતુ તેનું આર્કિટેક્ચર ન્યૂઝર્સીના મંદિર જેવું હશે. આમાં લગાવવામાં આવનાર પથ્થર જયપુરથી મંગાવવામાં આવશે.
First published: February 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...