બોર્ડની પરીક્ષાને લઈને તણાવમાં છો? તો પીએમ મોદીને પૂછો સવાલ

News18 Gujarati
Updated: February 16, 2018, 8:41 AM IST
બોર્ડની પરીક્ષાને લઈને તણાવમાં છો? તો પીએમ મોદીને પૂછો સવાલ
આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે દિવસે 12 વાગ્યાથી શરૂ થશે.

આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે દિવસે 12 વાગ્યાથી શરૂ થશે.

  • Share this:
વડાપ્રધાન મોદી આજે સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે પરીક્ષા સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. આ ખાસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના સ્ટુડન્ટ્સ ભાગ લેશે. મોદી તેમના સવાલોના જવાબ પણ આપશે. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે  12 વાગ્યાથી શરૂ થશે. આ સંવાદમાં પીએમ મોદી સ્ટુડન્ટ્સને સંબોધિત કરીને તેમને પરીક્ષાની તૈયારી અંગે ગુરુ મંત્ર આપશે જેનાથી તેઓ તણાવ મુક્ત રહી શકે. આ કાર્યક્રમનું નામ 'પરીક્ષા પર ચર્ચા' રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું પ્રસારણ તમામ સ્કૂલોમાં કરવાને લઈને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) તમામ સ્કૂલોમાં આ લાઇવ પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. CBSEએ આ પ્રસંગે તમામ સ્ટુડન્ટ્સને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ કાર્યક્રમમાં 10 જેટલા સ્ટુડન્ટ્સને પીએમ મોદીને સીધો સવાલ કરવાનો મોકો પણ મળશે. આ ઉપરાંત વડાપ્રધાન MyGovappથી પસંદ કરવામાં આવેલા અમુક સવાલોના જવાબ પણ આપશે.


Loading...

થોડા દિવસ પહેલા મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'મારા યુવા મિત્રો, હું આ મહિનાની 16 તારીખે તમારી સાથે ચર્ચા કરવાને લઈને ઉત્સુક છું. હું તમારી સાથે પરીક્ષાના સમય દરમિયાન તણાવ મુક્ત અને ખુશ રહેવાની જરૂરિયાત પર ચર્ચા કરીશ.'

મોદીનું પુસ્તક 'એક્ઝામ વોરિયર'

આના થોડા દિવસ પહેલા મોદીએ સ્ટુડન્ટ્સ માટે 'એક્ઝામ વોરિયર' નામનું એક પુસ્તક લખ્યું છે, આ પુસ્તકમાં તેમણે પરીક્ષા માટે 25 મંત્ર બતાવ્યા છે. આ પુસ્તકથી સ્ટુડન્ટ્સના ઉત્સાહમાં વધારો થશે. પુસ્તકમાં મોદીએ સંદેશ આપ્યો છે કે પરીક્ષાથી ડરવાની કોઈ જરૂર નથી. પરીક્ષાથી ડરવાને બદલે તહેવારની જેમ તેનો ઉત્સવ મનાવવો જોઈએ. 193 પાનાના આ પુસ્તકમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે 25 ચેપ્ટરમાં 25 નુસખા આપવામાં આવ્યા છે.
First published: February 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...