પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ બનશે મોદી

News18 Gujarati
Updated: January 18, 2018, 10:28 AM IST
પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ બનશે મોદી
ગયા વર્ષે ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન મોદી પેલેસ્ટાઇન ગયા ન હતા

મોદીના પ્રવાસથી એવો સંદેશ જશે કે પેલેસ્ટાઇનને લઈને ભારતની વિદેશ નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી.

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી 10મી ફેબ્રુઆરીએ પેલેન્સટાઈન જશે. પેલેસ્ટાઈનની યાત્રા કરનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ હશે. હાલમાં વડાપ્રધાન મોદી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મિજબાની કરવામાં વ્યસ્ત છે. નેતન્યાહૂ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે.

મોદીના પેલેસ્ટાઇનના પ્રવાસને ખૂબ જ અગત્યનો માનવામા આવી રહ્યો છે. મોદીના પ્રવાસથી એવો સંદેશ જશે કે પેલેસ્ટાઇનને લઈને ભારતની વિદેશ નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. નોંધનીય છે કે અમેરિકા દ્વારા જેરુશ્લેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની ઘોષણા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેના વિરુદ્ધમાં મત આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મોદી જોર્ડનની રાજધાની અમ્માનથી હેલિકોપ્ટર દ્વારા રામલ્લાહ જશે. રામલ્લાહ, જેરુશ્લેમથી ફક્ત આઠ કિલોમીટર દૂર છે, તે પેલેસ્ટાઇનની વર્કિંગ રાજધાની છે.

ગયા વર્ષે મોદી ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા પરંતુ તેઓ પેલેસ્ટાઇન ગયા ન હતા. જેનાથી પેલેસ્ટાઈન નિરાશ થયું હતું. એવા અહેવાલ વહેતા થયા હતા કે ભારતની પેલેસ્ટાઈન પ્રત્યેની વિદેશ નીતિ બદલાઈ રહી છે.

જોકે, મોદીનો પેલેસ્ટાઇન પ્રવાસ અને જેરુશ્લેમને ઇઝરાયેલની રાજધાની બનાવવાના વિરુદ્ધમાં યુએનમાં ભારતનું વોટિંગ એ વાત દર્શાવે છે કે ભારતે પેલેસ્ટાઇન પ્રત્યેની તેની વર્ષો જૂની વિદેશ નીતિમાં કોઈ પરિવર્તન કર્યું નથી. ભારત અને ઇઝરાયેલ વચ્ચે સારા સંબંધો બની રહ્યા હોવા છતાં પેલેસ્ટાઇન પ્રત્યે ભારતની નીતિમાં કોઈ ફેરફાર નથી થયો.
First published: January 18, 2018, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading