ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી શકે છે મોદી

મોદી (ફાઈલ ફોટો)

લોકસભામાં સોમવારે મોદીના પકોડા વેચવાના નિવેદનનો મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો.

 • Share this:
  બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આજે મોદી લોકસભામાં આપી શકે છે. બીજેપીએ પોતાના તમામ સાંસદોને વ્હિપ મોકલીને ગૃહમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી પોતાની સ્ટાઇલમાં વિપક્ષના સવાલોના પણ જવાબ આપી શકે છે. પકોડાના ભાષણ પર પણ મોદી જવાબ આપી શકે છે. છેલ્લા થોડા દિવસોથી આ નિવેદનને લઈને વિપક્ષે વિવાદ ઉભો કર્યો છે.

  રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે સંસદમાં ચર્ચાની શરૂઆત થઈ હતી. વડાપ્રધાનના જવાબ બાદ આજે પ્રસ્તાવને ગૃહમાં પસાર કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો સરકાર ગુરુવારે અમુક મહત્વના બિલ રજૂ કરી શકે છે.

  નોંધનીય છે કે લોકસભામાં સોમવારે મોદીના પકોડા વેચવાના નિવેદનનો મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. વિપક્ષે મોદીના આ નિવેદનને લઈને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો, ભાજપે વિપક્ષ પકોડા વેચનાર લોકોનું અપમાન કરી રહ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

  ભાજપના સભ્ય પ્રહલાદ જોશીએ આ સંદર્ભમાં એક એન્જિનિયરરિંગમાં સ્નાતક થયેલા યુવકનું ઉદાહરણ આપ્યું હતું, જેણે નાસ્તો વેચીને પૈસાની કમાણી કરી હતી. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે બેરોજગાર રહેવા કરતા પકોડા વેચીને ગુજરાન ચલાવવું સારું.
  Published by:Vinod Zankhaliya
  First published: