Home /News /national-international /

પિત્રોડાનું નિવેદન કોંગ્રેસનું ચરિત્ર, માનસિકતા અને ઇરાદાનું પ્રતિબિંબ : પીએમ મોદી

પિત્રોડાનું નિવેદન કોંગ્રેસનું ચરિત્ર, માનસિકતા અને ઇરાદાનું પ્રતિબિંબ : પીએમ મોદી

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

શામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે 84માં રમખાણો થયા હતા તો થયા હતા તેને આજે શું લેવા દેવા. ભાજપે આ નિવેદન બદલ પિત્રોડાનો ઉધડો લીધો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ છે. આ દરમિયાન આજે પંજાબના હોશિયારપુરમાં યોજાયેલી રેલીમાં વડાપ્રધાન મોદીએ 1984ના શીખ રમખાણો અંગે કોગ્રેસના નેતા શામ પિત્રોડાએ આપેલા નિવેદનની ઝાટકણી કાઢી હતી. શામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે 84માં રમખાણો થયા હતા તો થયા હતા તેને આજે શું લેવા દેવા. પીએમ મોદીએ કહ્યું હતું કે રમખાણો 'થયા તો થયા' આ નિવેદન
    કોંગ્રેસની માનસિકતા, ચારિત્ર, અને ઇરાદાઓનું પ્રતિબીંબ છે.

    14-16 અને હવે 19માં હેટ્રિક
    પીએમ મોદીએ કહ્યું હતું કે પરિણામો આવશે ત્યારે ફરી એક વાર મોદી સરકાર રચાશે. તમે 2014ની લોકસભાની ચૂંઠણી જીતાડી હતી. 2016માં વિધાનસભા ચૂંટણી પણ જીતાડી હતી અને હવે હેટ્રિકનો વારો છે.

    'થયા તો થયા' શબ્દ કોંગ્રેસની માનસિકતાનું પ્રતિબીંબ
    પીએમ મોદીએ હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલી કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી હતી. તેમણે શામ પિત્રોડાની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે મખાણો 'થયા તો થયા' આ શબ્દ અને નિવેદન કોંગ્રેસની માનસિકતા, ચારિત્ર, અને ઇરાદાઓનું પ્રતિબીંબ છે.

    આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો તેમણે કહ્યું હતું કોંગ્રેસ સેનાને ગાળો આપી રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના બદલે નામદાર મને ગાળો આપી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ સેનાનું મનોબળ તોડનારા લોકોનું સન્માન કરે છે.

    ચોકીદારના મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સેનાના વીર જવાનોનું અપમાન કરવાની કોંગ્રેસની આદત રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા હોય કે જવાનોનું સન્માન. તમારો આ ચોકીદાર જાગૃત છે. કોંગ્રેસે ચાર દાયકાથી વન રેંક વન પેન્શન અટકાવી રાખ્યું હતું અમે એ નિયમ લાગુ કર્યો હતો. કોંગ્રેસે 1984માં જે પાપ કર્યુ હતું અમે તેને ન્યાય આપવાનું કામ કરી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन