ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ મોદી- શાહની જોડીએ અડવાણીના ઘરે જઈને તેમના આશિર્વાદ લીધા હતા.
વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે પોતાના કાફલા સાથે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું હતું કે આજે તેમની મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીની આજે જે કઈ સફળતા છે તે અડવાણીજીની દાયકાઓની મહેનત અને વિચારધારાના સંઘર્ષ બાદ મળેલી સફળતા છે.
Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me.
વડાપ્રધાન મોદી અને અમિત શાહે મુરલી મનોહર જોષીની મુલાકાત કરી હતી.
લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કર્યા બાદ મોદી શાહની જોડીએ ભાજપના માર્ગદર્શન મંડળના નેતા મુરલી મનોહર જોષીના નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મુલાકાત અંગે ટ્વીટર પર લખ્યું હતું કે ડૉ.મુરલી મનોહર જોષી એક બુદ્ધીજીવી વ્યક્તિ છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. મારા સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓનો પાયો મજબૂત કરવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.
આ મુલાકાત બાદ મુરલી મનોહર જોષીએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જનતાના અપાર સહયોગના કારણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સફળતા મળી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અથાક પરીશ્રમથી થયેલા ચૂંટણી અભિયાને આ સફળતા અપાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર