મોદી સરકારનો મોટો નિર્ણય, હવે રેકડી અને પાથરણાવાળા માટે ખાસ યોજના

News18 Gujarati
Updated: June 5, 2019, 12:42 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે રેકડી અને પાથરણાવાળા માટે ખાસ યોજના
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

મોદી સરકાર 2.0 દ્વારા આર્થિક સરવે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરવેમાં પાથરણાવાળા, રેકડી અને છુટ્ટક ધંધો કરનારા લોકોનો વેપારની મુખ્ય ધારામાં સમાવેશ કરાશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકાર સત્તામાં આવતા જ નવી યોજનાઓ ઘડવામાં લાગી ગઈ છે. હવે સરકારે આર્થિક સરવે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં રેકડી, પાથરણાવાળા, અને પોતાનો નાનો છુટ્ટક ધંધો કરનારા લોકોને વેપારની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાશે. આ સાથે જ 27 કરોડ ઘર અને7 કરોડ સંસ્થાનોનો સરવે થશે. આ સરવે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં શરૂ થશે. આ સરવે સમાપ્ત થયાના 6 મહિના બાદ દેશની આર્થિક સ્થિતીનો ચિત્તાર મળશે. ગત આર્થિક સરવે યુપીએ સરકારના સાશનમાં વર્ષ 2013માં થયો હતો. દેશમાં દર 5 વર્ષે આર્થિક સરવે કરવામાં આવે છે. અગાઉ શિક્ષકો, આંગણવાડીની બહેનો, આશા વર્કર વગેરે આ સરવેની કામગીરી બજાવતા હતા. જોકે, આ વર્ષે આ સરવે સીએસી એજન્સી આપવામાં આવશે. એજન્સી પોતાના જનસેવા કેન્દ્રોના મારફતે આ સરવેની કામગીરી પુરી કરશે.

નવા અધિકારો મળશે : એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આર્થિક સરવેમાં રેકડી ધારકોનો સમાવેશ કરવાથી તે તમામ મેઇનસ્ટ્રીમમાં આવી જશે. સરકાર તેમના માટે પણ કાયદો અને યોજના બનાવશે અને તેમને પણ અધિકારો મળશે. આ અધિકારો સાથે તેમને લોન પણ મળી શકશે.

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીર : આતંકીઓના ફાયરિંગમાં મહિલાનું મોત, એક વ્યક્તિ ઘાયલ

આવી રીતે થશે સરવે : શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અલગ અલગ સરવેયર કામ કરશે. તેઓ ઘરે ઘરે જઈ આર્થિક માપદંડના આધારે સરવે કરશે. સરવેની કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. તમામ ગણતરી પેપરલેસ થશે. મોબાઇલ અથવા ટેબલેટના માધ્યમથી સરવે કરવામાં આવશે. તમામ ડિટેલ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

આ પણ વાંચો : શું છે પ્રશાંત કિશોર અને નીતિશ કુમારનું 'સિક્રેટ મિશન'?

પ્રતિ પરિવાર રૂ. 20 મળશે : આ સરવેમાં કામ કરનારા સરવેયરને પ્રતિ પરિવાર રૂ 15-20 મહેનતાણું આપવામાં આવશે. આશહરે 20 કરોડ પરિવારનો આર્થિક સરવેમાં સમાવેશ કરાય તેવી શક્યતા છે. આ સરવે પાછળ સરકારને આશરે રૂ. 300 કરોડનો ખર્ચ થશે.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading