પ્રથમ દિવસથી મોદી સરકાર એક્શનમાં,12 કરોડ ખેડૂતોને મળશે રૂ 3000 માસિક પેન્શન

News18 Gujarati
Updated: May 31, 2019, 8:16 PM IST
પ્રથમ દિવસથી મોદી સરકાર એક્શનમાં,12 કરોડ ખેડૂતોને મળશે રૂ 3000 માસિક પેન્શન
પીએમ મોદીની પ્રથમ કેબિનેટની મીટિંગ મળી હતી

કેબિનેટની પ્રથમ બેઠકમાં ખેડૂતોની પેન્શન સ્કિમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો. ખેડૂતોને મહિને રૂપિયા 3000 પેન્શન મળશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીના મંત્રીમંડળને ખાતાની ફાળવણી કરી દેવાયા બાદ મોદી સરકાર 2.0ની આજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સરકાર પ્રથમ દિવસથી જ એક્શનમાં જોવા મળી હતી. મોદી સરકારે આ બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લીધા હતા. દેશના તમામ ખેડૂતોને વાર્ષિક રૂ. 6000ની સહાયતા હવે પીએમ કિસાન યોજના હેઠળ મળશે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી પેન્શન યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂ. 3000 પેન્શન મળશે. આ ઉપરાંત સરકાર શ્રમીકોને પણ માસિક પેન્શન આપશે. સરકારે નિર્ણય કર્યો છે કે દૂધનું ઉત્પાદન ઓછું થતું હોય તેવી બિમારીઓને દૂર કરવા માટે કેન્દ્રસરકાર સીધી પશુઓનું રસીકરણ કરશે. કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને પીએમઓના રાજ્ય મંત્રી ડૉ.જીતેન્દ્રસિંહએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયની માહિતી આપી હતી.

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, “વડાપ્રધાનનું ધ્યાન કૃષિ વિભાગ પ્રત્યે રહ્યું છે. 2022 સુધીમાં આવક બમણી કરવાનો પ્રયાસ છે. 3 કરોડથી વધુ ખાતાને પીએમ કિસાન યોજનાની મદદ મળી. ખેડૂતોમાં વર્ગીકરણ ન થવું જોઈએ અને તમામ ખેડૂતોને આ સહાયતા મળવી જોઈએ. અત્યારસુધી 12.5 કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી હતા હવે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો હવે 14.5 કરોડ ખેડૂતોને લાભ મળશે. હવે પછી 87,000 કરોડ રૂપિયાનું ભારણ સરકાર પર વધશે. ”

આ પણ વાંચો :  નવી મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ, પ્રથમ દિવસે લીધા અનેક મહત્વના નિર્ણયો

ખેડૂતોને પેન્શન
પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના એવા 12 કરોડ ખેડૂતો છે. આ યોજનામાં 18 વર્ષથી 40 વર્ષના ખેડૂતોને 60 વર્ષ સમાપ્ત કર્યા બાદ રૂપિયા 3,000 માસિક પેન્શન મળશે. ખેડૂતની મૃત્યુ થવાના સંજોગમાં ખેડૂતની પત્નીને લાભ મળશે. આ યોજનાનો ખર્ચ રૂ. 10,000 કરોડ થશે.

આ યોજનામાં લાભ લેવા માટે દર મહિને રૂપિયા 55 ઓછામાં ઓછા ખેડૂતે સરકારને જમા કરાવવાના રહેશે જેમાં સરકાર રૂ. 55 ઉમરશે. આ યોજનાથી નાના ગરીબના જીવન સ્તરમાં બદલાવ આવશે. સતત મોદી સરકાર જે ખેડૂતોના હિતમાં નિર્ણય કરી રહી છે તેનો આ મહત્વનો નિર્ણય છે.દૂધનું ઉત્પાદન વધારવા રસીકરણ
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સરકારની સંવેદનશીલતા દર્શાવતો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. પશુને કેટલીક બિમારીઓ એવી થાય છે જેના કારણે તેમની દુધ આપવાની ક્ષમતા ઓછી થઈ જાય છે તેથી પશુના રસીકરણની સ્કિમ છે. અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આ સ્કિમ શર હતી હવે કેન્દ્રસરકાર 13 હજાર કરોડના ખર્ચે 30 કરોડ ગાય અને ભેસ અને બળદ, અને 20 કરોડ બકરીઓ અને 1 કરોડ ભુંડનું રસીકરણ થશે. આ રસીકરણ 100 ટકા મફત થશે.

 
First published: May 31, 2019, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading